દર 4 માંથી 3 મહિલાઓ છે PMSથી પરેશાન, જાણો કેવી રીતે મેળવશો છુટકારો !


મોટાભાગની મહિલાઓને પીરિયડ્સ શરૂ થતા પહેલા ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓ શરીર અને મૂડમાં થતા ફેરફારો સાથે સંબંધિત છે. હોર્મોન્સમાં બદલાવના કારણે મહિલાઓને પીરિયડ્સ પહેલા અનેક સમસ્યાઓ થાય છે. અનેક એટલા માટે કહી રહ્યા છે. કારણ કે પીરિયડ્સ પહેલા થતા શારીરિક અને માનસિક ફેરફારો દરેક સ્ત્રીમાં અલગ-અલગ હોય છે. મહત્વની વાત એ છે કે જરૂરી નથી કે આ ફેરફારો દર મહિને દરેક મહિલામાં એકસરખા હોય. એક મહિને કેટલાક લક્ષણો હોય છે, તો બીજા મહિનામાં સંપૂર્ણપણે અલગ લક્ષણો જોવા મળે છે.
શું છે PMS ?
પ્રી-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમએ એવા લક્ષણો કહેવાય છે, જે મહિલાઓના શરીરમાં માસિક સ્રાવ પહેલા દેખાય છે. આ ફેરફારો ભૌતિક ઉર્જા સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને મૂડ સાથે પણ સંબંધિત હોઈ શકે છે, અથવા તે બંને એકસાથે હોઈ શકે છે. બોલચાલની ભાષામાં તેમને Pmsing કહેવામાં આવે છે. આ શબ્દ યુવતીઓમાં વાતચીતનો સામાન્ય શબ્દ બની ગયો છે. જ્યારે પણ કોઈ મિત્ર ગુસ્સે થાય કે દુઃખી થાય ત્યારે STOP Pmsing કહી દેવું એ એક ફેશન બની ગઈ છે.
પીરિયડ્સ પહેલાના લક્ષણો
- પગના નીચેના ભાગમાં દુખાવો
- બ્રેસ્ટ ખુબ કોમળ બની જાય છે
- જાંઘમાં દુખાવો
- મોંમાં છાલા પાડવા
- જીભ પર છાલા થવા
- પીઠના નીચેના ભાગમાં દુખાવો
- પેટના નીચેના ભાગમાં દુખાવો
- કબજિયાત થવી
- ભૂખ ન લાગવી
- શરીર ભારે-ભારે લાગે
- ખૂબ ગુસ્સો આવે છે
- વધુ ઊંઘ આવે
- ઊંઘ ન આવે અથવા ઓછા પ્રમાણમાં આવે
- ઉદાસી અનુભવવી
- ત્વચા પર ડલનેસ લાગે
- અપચોની સમસ્યા રહે છે
- માથાનો દુખાવો
- પેટમાં સોજો
- પિમ્પલ્સ થાય છે
શું PMSને કંટ્રોલ કરી શકાય?
ઘણી યુવતીઓ કે મહિલાઓને પીએમએસ દરમિયાન ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે તેઓ વારંવાર આ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે કે શું આ લક્ષણોને નિયંત્રિત કરી શકાય છે? તો જવાબ છે હા, તમે તમારી જીવનશૈલી અને આહાર દ્વારા આ સમસ્યાઓને નિયંત્રિત કરી શકો છો.
આ પણ વાંચો : PMS: શું તમે પ્રી-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ વિશે જાણો છો?
- મેંદાના લોટથી બનેલ ખાદ્ય પદાર્થો અને પેકેજ્ડ ખોરાક બિલકુલ ઓછો કરો અથવા અવોયડ કરો.
- રોજિંદા આહારમાં કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન અને વિટામિન્સથી ભરપૂર ખોરાક લેવો.
- શરીરમાં વિટામીન-બી કોમ્પ્લેક્સ, વિટામીન-સી, ડી, ઇ અને ફોલેટની ઉણપ બિલકુલ ન થવા દો.
- ચા, કોફી, તૈયાર પીણાંનું સેવન ઓછું કરો.
- જો દુખાવો તીવ્ર હોય, તો પેઇનકિલર્સને લેવાના બદલે શક્ય હોય તો આરામ કરો.
- ઉકાળો અથવા કાળી ચા પીવો અને પીડા રાહત માટે આયુર્વેદિક તેલ લગાવવાથી પણ આરામ મળશે.