રેપ માટે 3 ખેલાડીઓને મળી હતી સજા, 18 વર્ષ પછી યુવતી કબૂલ્યું, – હું ખોટું બોલી હતી
વોશિંગ્ટન, 14 ડિસેમ્બર: ગુનાઓને રોકવાના ઉદ્દેશ્ય સાથે કડક કાયદાઓ બનાવવામાં આવે છે, પરંતુ ઘણી વખત તેનો દુરુપયોગ થાય છે અને કોઈનું જીવન બરબાદ કરે છે. આવા કિસ્સાના સમાચાર અવાર-નવાર પ્રકાશમાં આવતા રહે છે. આવો જ એક કિસ્સો આ દિવસોમાં અમેરિકામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જ્યાં ત્રણ ખેલાડીઓને રેપ ના કાયદાનો દુરુપયોગ કરીને લાંબા સમયથી કાનૂની વિવાદમાં ફસાવવામાં આવ્યા હતા.
18 વર્ષ બાદ તેના પર બળાત્કારનો આરોપ લગાવનાર મહિલાએ સ્વીકાર્યું કે તેણે આ આરોપો માત્ર પાઠ ભણાવવા માટે લગાવ્યા હતા. તેણે એ પણ કબૂલ્યું હતું કે તેણે આખી વાર્તા પોતે જ બનાવી છે અને આરોપો ખોટા છે. 2006 માં, યુએસમાં ક્રિસ્ટલ મંગુમે ડ્યુક યુનિવર્સિટીના ત્રણ લેક્રોસ ખેલાડીઓ પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો.
શું છે મામલો
13 માર્ચ, 2006ના રોજ, ક્રિસ્ટલ મંગુમ અને અન્ય નૃત્યાંગનાને એક પાર્ટીમાં પરફોર્મ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. પાર્ટીનું આયોજન ડ્યુક યુનિવર્સિટીના લેક્રોસ ખેલાડીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પાર્ટી પછી, મંગુમે આરોપ લગાવ્યો કે ત્રણ ખેલાડીઓ-ડેવિડ ઇવાન્સ, કોલિન ફિનર્ટી અને રીડ સેલિગમેન-એ તેની સાથે બળાત્કાર કર્યો.
આ આરોપ પછી લાંબા સમય સુધી કોર્ટમાં કેસ ચાલતો રહ્યો. જોકે, બાદમાં સત્ય સામે આવ્યું કે આરોપો ખોટા છે. રસપ્રદ વાત એ છે કે, તેના થોડા સમય બાદ મંગુમ પોતે પણ હત્યાના કેસમાં દોષી સાબિત થઈ હતી.
2006માં આ બાબત અમેરિકન મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બની રહી હતી. અમેરિકન મીડિયાએ આ બળાત્કારના આરોપોને જાતિ, વર્ગ અને વિશેષાધિકારની ચર્ચા તરીકે રજૂ કર્યા, જેનાથી આ કેસ વધુ વિવાદાસ્પદ બન્યો. હવે ક્રિસ્ટલ મંગમે આ ઘટનાની બીજી તસવીર પોડકાસ્ટમાં રજૂ કરી છે.
આ ઇન્ટરવ્યુ ગયા મહિને ‘નોર્થ કેરોલિના કરેક્શનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર વુમન’માં રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જ્યાં ક્રિસ્ટલ તેના બોયફ્રેન્ડની હત્યાના આરોપમાં જેલમાં છે. જેમાં તેણે કહ્યું, ‘મેં તેમની વિરુદ્ધ ખોટી જુબાની આપી હતી. તેમણે મારી સાથે બળાત્કાર કર્યો નથી. હું માત્ર ઇચ્છતી હતી કે, તેઓ જાણે કે હું તેમને પ્રેમ કરું છું. તે આ સજાને લાયક ન હતા. આશા છે કે ત્રણેય લોકો મને માફ કરશે.
બળાત્કારના આરોપો પછી ખેલાડીઓનું શું થયું?
2007 માં, ભૂતપૂર્વ ડ્યુક ખેલાડીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ખેલાડીઓ સામેના આરોપો આખરે રદ કરવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ડરહામ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની માઈક નિફોંગ (જે આ કેસમાં ક્રિસ્ટલ મંગમના એટર્ની હતા) એ પુરાવા છુપાવ્યા હતા. આ કારણે માઈક નિફોંગને 2007માં બરતરફ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :‘શ્રીમંત’ ખાનગી કંપનીઓ, પગાર વધારવામાં ‘ગરીબ’, ચોંકાવનારું સત્ય આવું સામે
આ પણ વાંચો : HDFC બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા સારા સમાચાર! FD પર વધાર્યું વ્યાજ, જાણો હવે એક વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે?
ભારતની એફડીઆઈ 1 ટ્રિલિયન ડોલરને આંબી ગઈ
Personal Loan લેવી છે, Online કે પછી બેંકમાંથી,જાણો કઈ સસ્તી પડશે?
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં