ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આણંદ સબજેલમાં અનઅધિકૃત મહિલાઓ આવતા 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

Text To Speech
  • ચારેય પોલીસ કર્મચારીઓને આણંદ પોલીસ અધિક્ષકે ફરજ મોકૂફી હેઠળ મૂકી દેવામાં આવ્યા
  • નાયબ પોલીસ અધિક્ષક સહિતની ટીમે આણંદ સબ જેલનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું
  • મહિલાઓએ મંજૂરી વગર અનઅધિકૃત રીતે આરોપીઓને મળવા માટે પ્રવેશ કર્યો

આણંદ સબજેલમાં ફરજમાં બેદરકારી રાખનારા ચાર પોલીસ કર્મચારીઓને આણંદ પોલીસ અધિક્ષકની સૂચનાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં આવેલી સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

નાયબ પોલીસ અધિક્ષક સહિતની ટીમે આણંદ સબ જેલનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે 27મી જાન્યુઆરી 2025ના રોજ રાતે આણંદ નાયબ પોલીસ અધિક્ષક સહિતની ટીમે આણંદ સબ જેલનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન ત્રણ મહિલાઓ હાજર મળી આવી હતી. તપાસ કરતા મંજૂરી વગર અનઅધિકૃત રીતે આરોપીઓને મળવા માટે પ્રવેશ કર્યો હોવાનું ખૂલ્યું હતું. જેથી ગંભીર બેદરકારી જણાઈ આવી હતી.

ચારેય પોલીસ કર્મચારીઓને આણંદ પોલીસ અધિક્ષકે ફરજ મોકૂફી હેઠળ મૂકી દેવામાં આવ્યા

જેલગાર્ડ ફરજ ઉપરના આ.હેડ કોન્સ્ટેબલ ભાનુભાઈ અંબાલાલ, અ.હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ નારણભાઈ, અ.પો.કોન્સ્ટેબલ શેતલકુમાર દિનેશભાઈ અને અ.પો. કોન્સ્ટેબલ દક્ષેશકુમાર હિંમતભાઈ ચારેય પોલીસ કર્મચારીઓને આણંદ પોલીસ અધિક્ષકે ફરજ મોકૂફી હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.

Back to top button