

ઇટાલીમાં લિમિટેડ AC પહેલ અંતર્ગત સરકારી ભવનોમાં ઉનાળામાં 25 ડિગ્રી સેલ્સિયસથી નીચે એસી ચલાવી શકાશે નહી. આ અંગે ઇટાલીના રક્ષા ઉપ સચિવ જિયોર્જિયો મુલેએ જાણકારી આપી છે. આની પાછળનો હેતુ વિજળીનો બચાવ તથા પર્યાવરણની રક્ષા કરવાનો છે. તમને જણાવી દઈએ કે ઈટાલી એવો દેશ છે જ્યાં ગરમીનું તાપમાન મોટેભાગે 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે.
ઓપરેશન થર્મોસ્ટેટ મિશન હેઠળ કાર્યવાહી
ઇટલી સરકારની આ યોજનાનું નામ ‘ઓપરેશન થર્મોસ્ટેટ’ છે. સરકારની આ ઉર્જા રેશનિંગ પહેલ 1 મેથી લાગૂ થશે અને 31 માર્ચ 2023 સુધી ચાલશે. અગાઉ જ્યારે શિયાળો હશે ત્યારે બિલ્ડિંગમાં હિટરના ઉપયોગ સામે પણ પ્રતિબંધ મૂકાઈ શકે છે.
શાળા માટે નિયમો- આ અંતર્ગત બિલ્ડિંગ, સ્કૂલ, સરકારી ઓફિસ અને પોસ્ટ ઓફિસનો પણ સમાવેશ થાય છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે નવા નિયમ કેવી રીતે લાગૂ કરવામાં આવશે.
ખાનગી કંપનીઓ- જોકે સરકાર પાસે ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓ પર નિયમ લાગૂ કરવાની કોઇ શક્તિ નથી. સરકારે કહ્યું કે અમને આશા છે કે લોકો આનું પાલન કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લોક પ્રશાસન મંત્રી રેનાટો બ્રુનેટાએ કહ્યું કે આ યોજનાથી પ્રતિ વર્ષ ઓછામાં ઓછા 2 બિલિયન ક્યૂબિક મીટર ગેસની બચત થશે.