અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

અમદાવાદઃ UCC મુખ્ય સમસ્યાઓ, કૌભાંડો પરથી ધ્યાન હટાવવા માટેનો પ્રયાસ; યુનિફોર્મ હેલ્થ કોડ, યુનિફોર્મ લો લાગુ કરવાની જરૂર; કોંગ્રેસ

Text To Speech

4 ફેબ્રુઆરી 2025 અમદાવાદ; ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા જઈ રહ્યું છે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને અનેક નિયમોમાં બદલાવ આવશે. સાથે સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કેવા પ્રકારનો વિરોધ કર્યો છે જાણીએ.

UCC નિષ્ફળતા ઢાંકવા માટેનો પ્રયાસ; મનીષ દોશી
કોંગ્રસ નેતા મનીષ દોશીએ યુસીસી કાયદાને લઈને જણાવ્યું હતું કે દેશમાં સતત વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને રૂપિયાનું થતું અવમૂલ્યન સંપૂર્ણ નાકામી ખેડૂત,ખેતી અને હિન્દુસ્તાન બરબાદ થાય તેવી ભાજપની નાકામી તેમજ કેન્દ્રની ભાજપ સરકાર હોય કે રાજ્યની ભાજપ સરકાર પોતાની પાર્ટીની અંદરની ખેંચતાણને લઈને ગુજરાત અને ગુજરાતની જનતા પરેશાન છે વહીવટી તંત્ર ઠપ થઈ ગયું છે. ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગળાડુબ હોય તેવામાં આજે યુસીસીનું ગઠન કરવા માટે જે કમિટીની જાહેરાત કરવામાં આવી છે. તે ભાજપાની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભાજપના વરિષ્ઠ નેતાઓના બયાનો ભાજપનું ખેસ પહેરો અને લૂંટનું લાયસન્સ લઈ જાઓ. તેવી તમામ બાબતો ઢાંકવા માટેનો સરકારનો યુસીસી કાયદો એક પ્રયાસ છે.

યુનિફોર્મ હેલ્થ કોડ, યુનિફોર્મ લો લાગુ કરવાની જરૂર
યુસીસી મુદ્દે તેમને જણાવ્યું હતું કે 2018માં લો કમિશને ભારત સરકારે તમામ પાસાઓ ચકાસીને સમાન સિવિલ કોડની દરખાસ્ત ફગાવી દીધી હતી. સરકાર આ બધું જાણતી હોવા છતાં પણ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી આ બંને વિભાગો ભ્રષ્ટાચારના પર્યાય બની ચૂક્યા છે. જ્યારે આ મુદ્દે કોંગ્રેસ પક્ષ સરકારને ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે આમંત્રીત કરે છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં આજે એજ્યુકેશન યુનિફોર્મ કોડ, યુનિફોર્મ હેલ્થ કોડ, સમાન ન્યાય માટે યુનિફોર્મ લો, યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવાની જરૂર છે. જો સરકાર ખરેખર નાગરિકોનું સારું હિત ઈચ્છતી હોય, નીતિ સાચી હોય તો આ તમામ પ્રકારના કાયદાઓ લાગુ કરી બતાવે. આ કાયદાથી સૌથી વધુ અસર આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, ભરવાડ સમાજને થશે.

Back to top button