ટોપ ન્યૂઝનેશનલ

અકાસા એર ઉડાન ભરવા માટે તૈયાર, DGCA આપ્યું લાયસન્સ

Text To Speech

નવી દિલ્હી, ભારતીય અબજોપતિ અને શેરબજારના પ્રખ્યાત રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત એરલાઇન અકાસા એર હવે ટેક ઓફ કરવા માટે તૈયાર છે. કંપનીને ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર એવિએશન રેગ્યુલેટર DGCA તરફથી એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) મળ્યું છે. DGCAએ કહ્યું કે, લાયસન્સ મળ્યા બાદ હવે Akasa Air એરલાઇન ફ્લાઇટ સર્વિસ શરૂ કરી શકે છે.

એરલાઇનની કોમર્શિયલ ફ્લાઇટ્સ આ મહિને શરૂ થશે
એરલાઇનની કોમર્શિયલ ફ્લાઇટ્સ આ મહિને શરૂ થશે. આકાસા એરએ જણાવ્યું હતું કે, એરલાઇનની ઓપરેશનલ સજ્જતાના સંદર્ભમાં તમામ નિયમનકારી અને અનુપાલન આવશ્યકતાઓને પૂર્ણ કર્યા બાદ તેને AOC મળ્યું છે. સ્ટોક માર્કેટના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલાના સમર્થિત આકાશા એરને 21 જૂનના રોજ તેના પ્રથમ બોઇંગ 737 MAX એરક્રાફ્ટની ડિલિવરી મળી છે. આકાસા એરએ જણાવ્યું હતું કે, આ હેઠળ તે પ્રથમ એરલાઇન છે જેની સમગ્ર AOC પ્રક્રિયા સરકારના પ્રગતિશીલ EGCA ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.

akasa air

કંપની બે પ્લેન સાથે કોમર્શિયલ ઓપરેશન શરૂ કરશે
આકાસા એરએ કહ્યું કે, તે બે એરક્રાફ્ટથી તેનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરશે. દર મહિને તે તેના કાફલામાં નવા એરક્રાફ્ટ ઉમેરશે.

Akasa એરલાઇનના ક્રૂ મેમ્બરનો યુનિફોર્મ સામે આવ્યો
તાજેતરમાં જ અકાસાએ તેના ક્રૂ મેમ્બર્સ માટે યુનિફોર્મ લોન્ચ કર્યો છે. આકાસાએ તેના ટ્વિટર હેન્ડલ પર ક્રૂ મેમ્બરનો નવો ડ્રેસ કોડ પોસ્ટ કર્યો છે. ફોટોની સાથે એરલાઈને લખ્યું કે, આરામદાયક, ઈકો-ફ્રેન્ડલી અને મજેદાર. Akasa Air એ પ્રથમ ભારતીય એરલાઇન છે જેણે તેની એરલાઇન ઇન-ફ્લાઇટ ક્રૂ માટે કસ્ટમ ટ્રાઉઝર, જેકેટ્સ અને આરામદાયક સ્નીકર્સ રજૂ કર્યા છે. કંપની સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, ટ્રાઉઝર અને જેકેટનું ફેબ્રિક ખાસ અકાસા એર માટે બનાવવામાં આવ્યું છે. દરિયાઈ કચરામાંથી બચાવેલી આ પેટ બોટલ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. તેને રાજેશ પ્રતાપ સિંહ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

Back to top button