ટોપ ન્યૂઝ
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, પેટ્રોલમાં રૂ.9.5, ડીઝલમાં રૂ.7 અને ગેસ સિલિન્ડરમાં 200નો ઘટાડો


આખરે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લોકોને મોટી રાહત આપી દિધી છે. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ એક્સાઈડ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જેથી પેટ્રોલમાં ૯.૫ રૂ., ડીઝલમાં ૭ રૂ. અને એલપીજી ગેસ સિલિન્ડરમાં ૨૦૦ રૂ.નો ઘટાડો થયો છે.
સામાન્ય જનતાને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલમાં આઠ અને ડીઝલમાં છ રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ પછી, પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો થશે. નાણા મંત્રી નિર્મલા સીતારામણે ટ્વિટ કરીને આ સમાચાર આપ્યાં હતા.
નાણા મંત્રી નિર્મલા સીતારામણે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી રહી છે. આને કારણે પેટ્રોલમાં ભાવમાં 9.5 રુપિયા અને ડીઝલમાં 7 રુપિયાનો ઘટાડો આવશે જે લોકો માટે ખૂબ મોટી રાહત છે.