ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ગુજરાતના તરવૈયાએ ઈતિહાસ રચી દીધો: નેશનલ ગેમ્સમાં 7 મેડલ જીતી આખા દેશમાં વટ પાડી દીધો

Text To Speech

ઉત્તરાખંડ, 4 ફેબ્રુઆરી 2025: ગુજરાતના ઉભરતા સ્વિમર આર્યન નેહરાએ સમગ્ર દેશમાં ગુજરાતનો ડંકો વગાડી દીધો છે. નેશનલ ગેમ્સમાં આર્યન નેહરાએ ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતના આ તરવૈયાએ નેશનલ ગેમમાં એક સાથે 7 મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતમાંથી આવું કરનારો આ પહેલો યુવાન છે. જેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય.

ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કરનારા આર્યન નેહરા ગુજરાતના સિનિયર આઈએએસ અધિકારી વિજય નેહરાના પુત્ર છે. અહીં ઉલ્લેખનિય છે કે વિજય નેહરા 2001 બેચના આઈએએસ અધિકારી છે. નેહરા મૂળ રાજસ્થાનના વતની છે.

ગુજરાતના બાહોશ અધિકારી વિજય નહેરાનું નામ હંમેશા તેમની કામગીરીના કારણે મોખરે રહ્યું છે. વિજય નહેરાની ઓળખ તેમની કામગીરી કરવાની પોતાની આગવી ઢબ અને શૈલીના કારણે અન્ય અધિકારીઓ કરતા હંમેશા અલગ તરી આવી છે. ત્યારે, તેમના પુત્ર આર્યન નહેરા પણ પિતાના પગલે ચાલી પ્રગતિ કરી રહ્યો છે. પિતાની જેમ આર્યન નહેરાએ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ન માત્ર પોતાનું પણ ગુજરાત અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો: સિનિયર IPS અધિકારી અભય ચુડાસમાએ પદ પરથી રાજીનામું આપી દીધું, આપ્યા આ સંકેત

 

Back to top button