ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

કમર દર્દ એક સામાન્ય, પરંતુ ખૂબ પરેશાન કરતી સમસ્યા, આમ મેળવો છૂટકારો

Text To Speech
  • કમર દર્દ માટે કેટલાક ઘરેલું ઉપચાર અસરકારક રહે છે. આ હેઠળ, ગરમ અથવા ઠંડા પાણીનો શેક, મસાજ જેવી પદ્ધતિઓ ઉપયોગી થઈ શકે છે

HD ન્યુઝ ડેસ્કઃ કમર દર્દ એ એક એવી સમસ્યા છે જેનો દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક તો સામનો કર્યો જ હશે. જો આ સમસ્યા કાયમી ન હોય તો કેટલાક ઘરગથ્થુ ઉપચાર તમને દુખાવાથી રાહત મળી શકે છે. ઘણી વખત વધારે કામ કે ખોટી રીતે બેસવાને કારણે કમરનો દુખાવો થતો હોય છે.

પીઠના દુખાવાથી રાહત અપાવવા માટે કેટલાક સરળ ઘરેલું ઉપચાર અસરકારક સાબિત થાય છે. આ હેઠળ, ગરમ અથવા ઠંડા પાણીનો શેક, મસાજ જેવી પદ્ધતિઓ ઉપયોગી થઈ શકે છે. ચાલો જાણીએ આવા જ ચાર ઘરેલું ઉપાયો વિશે.

કમર દર્દ એક સામાન્ય, પરંતુ ખૂબ પરેશાન કરતી સમસ્યા, આમ મેળવો છૂટકારો hum dekhenge news

ગરમ કે ઠંડો શેક

તમે તમારી કમર પર 15-20 મિનિટ માટે હોટ કે કોલ્ડ શેક કરી શકો છો. તેનાથી દુખાવો ઓછો થશે અને માંસપેશીઓને આરામ મળશે.

મસાજ

તમે તમારી કમરની મસાજ કરાવી શકો છો. તેનાથી દુખાવો પણ ઓછો થશે અને માંસપેશીઓને રાહત મળશે.

સ્ટ્રેચિંગ

તમે કેટલીક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકો છો. તેનાથી તમારી કમરના સ્નાયુઓમાં ફ્લેક્સિબિલીટી આવશે અને દુખાવો ઓછો થશે.

યોગાસન

પીઠના દુખાવાથી રાહત મેળવવા માટે યોગાસન પણ સારો ઉપાય છે. કેટલાક યોગ આસનો, જેમ કે ભુજંગાસન, ત્રિકોણાસન અને અધોમુખ શ્વાનાસન, કમરના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ સાવચેતીઓ લો

  • યોગ્ય રીતે ઊભા થાવ અને બેસોઃ જ્યારે તમે ઉઠો કે બેસો ત્યારે તમારી પીઠ સીધી રાખો.
  • ભારે વસ્તુઓ ઉપાડશો નહીંઃ જો તમારે ભારે વસ્તુઓ ઉપાડવી હોય તો ડિરેકટ કમરેથી વાળીને ન ઉંચકો. તમારા ઘૂંટણને વાળીને અને તમારી પીઠ સીધી રાખીને વસ્તુને ઉપાડો.
  • વજન નિયંત્રિત કરો: વધારે વજન હોવાને કારણે પણ કમરનો દુખાવો થઈ શકે છે. તેથી તમારા વજનને નિયંત્રણમાં રાખો.
  • નિયમિત વ્યાયામ કરોઃ નિયમિત રીતે કસરત કરવાથી તમારી કમરના સ્નાયુઓ મજબૂત રહેશે અને તમને કમરનો દુખાવો નહીં થાય.

આ પણ વાંચોઃ ઠંડીની સીઝનમાં ગળામાં દુખાવો અને સોજો રહેતો હોય તો આ ઉપાય કરો

Back to top button