ધર્મ
આજે અંબાજીમા ગબ્બરે જવા પ્રતિબંધ ! જાણો કેમ ?


અંબાજી
ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે પણ અંબાજીમા ચોથી માર્ચને સોમવારે ગબ્બર ઉપર જવા પ્રતિબંધ મૂકવામા આવ્યો છે !
શ્રી આરાસુરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી તરફથી એક અખબારી યાદી મારફતે ચોથી માર્ચને સોમવરે ગબ્બર ઉપર મધપુડા ઉડાડવાના હોવાથી બપોરે ચાર વાગ્યા પછી યાત્રિકો માટે ગબ્બર ઉપરનો પરિક્રમાનો રસ્તો બંધ રાખવાનુ જાહેર કરાવામા આવ્યુ છે. હાલમા ગરમી વધી રહી છે. આથી ગબ્બરના ડુંગરાઓમા ગમે ત્યારે મધ ઉડે એ પહેલા જ દેવસ્થાન ટ્રસ્ટે સામેથી વન- ડે ડ્રાઇવ ગોઠવીને ભમરાઓ ઉડાડવવાનુ આયોજન કર્યુ છે.