અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બે ભયાનક બોમ્બ વિસ્ફોટોમાં અંદાજીત ઓછામાં ઓછા 25 શાળાના બાળકો માર્યા ગયા હોવાના અહેવાલથી વિશ્વભરમાં ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પશ્મિચી કાબુલના દશ્ત-એ-બરચી વિસ્તારમાં એક સ્કૂલની પાછળ એક પછી એક બે બ્લાસ્ટ થયા હતા. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે બાળકો શાળામાંથી બહાર આવી રહ્યા હતા. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે આ વિસ્ફોટોની પુષ્ટિ કરી છે. જો કે હજુ સુધી સત્તાવાર મૃત્યુઆંક સામે આવ્યો નથી.
સ્થાનિક ન્યૂઝ અનુસાર, એક વિસ્ફોટ મુમતાઝ ટ્રેનિંગ સેન્ટર પાસે થયો હતો, જ્યારે બીજો વિસ્ફોટ અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલની સામે થયો હતો. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે બાળકો તેમના વર્ગખંડમાંથી બહાર આવી રહ્યા હતા. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે તે વિસ્ફોટોની તપાસ કરી રહી છે અને વધુ વિગતો પછીથી શેર કરવામાં આવશે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કાબુલમાં કુલ ત્રણ બ્લાસ્ટ થયા હતા. અને આ વિસ્ફોટોએ ઓછામાં ઓછા 25 બાળકોનો ભોગ લીધો છે.
Three blasts took place in the Dasht-e-Barchi area of Kabul, killed more than a dozen students. pic.twitter.com/d6gWT1k2Yu
— Hizbullah Khan (@HizbkKhan) April 19, 2022
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલમાં જ બે બ્લાસ્ટ થયા હતા. આમાં ઓછામાં ઓછા 25 બાળકોના મોત થયા છે. અબ્દુલ રહીમ શહીદ હાઈસ્કૂલ પશ્ચિમ કાબુલની સૌથી લોકપ્રિય શાળાઓમાંની એક છે. આ શાળામાં ભણતા તમામ બાળકો લઘુમતી હજારા સમુદાયના હતા, જે ઘણીવાર આતંકવાદીઓના નિશાના પર રહે છે. ભૂતકાળમાં તાલિબાન શાસનમાં હજારા સમુદાયના લોકો પર ઘણા હુમલા થયા છે. જો કે આ વિસ્ફોટ મામલે હજુ સુધી કોઈ જૂથે જવાબદારી લીધી નથી.