Cannes 2022:બોલીવુડની ‘લીલા’નો ફર્સ્ટ લુક આઉટ, શોર્ટ સિમરી ડ્રેસમાં લાગી હોટ


મોસ્ટ અવેઈટેડ અને વર્લ્ડના સૌતી મોટી ફિલ્મ ઈવેન્ટમાંથી એક એવા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં બોલીવુડ બ્યુટી દિપીકા પાદુકોણ સહિતના દિગ્ગજ કલાકારો સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરી તરીકે પણ છે. આ ફેસ્ટિવની શરૂઆતમાં પહોંચેલી બોલીવુડની આ દિવાએ પોતાની સુંદરતાના જલવા વિખેર્યા.
અન્ય જ્યૂરી મેમ્બર્સ સાથે કાન્સમાં દિપીકા એન્જોય કરતી જોવા મળી. જ્યુરી મેમ્બર્સ માટે ગ્રેન્ડ હયાત કાન્સ હોટલ માર્ટિનેઝમાં ડિનર ઓર્ગેનાઈઝ કરાયું હતું અને આ ડિનર નાઈટમાં પહોંચેલી દિપીકાનો લુક સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

કાન્સ જ્યુરી મેમ્બર્સમાં દિપીકા
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સામે આવેલા દિપીકાનો આ પહેલો લુક એટલો ડ્રીમી છે કે ફેન્સ સહિત અન્ય લોકો તેના ભરપૂર વખાણ કરતા થાકતા નથી. વાયરલ થયેલા ફોટોસમાં દિપીકા લુઈ વુઈટનના ફૉલ 2021 કલેક્શનની શિમરી ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ લુકમાં દિપીકા ગોર્જિયસ લાગી રહી છે.
સિમરી ડ્રેસમાં દિપીકાનો સેક્સી લુક
દિપીકાએ પહેલા કાન્સ ઈવેન્ટ લુકને બ્રાઉન બુટ્સ સાથે કમ્પલીટ કર્યો. તેની સાથે દિપીકાએ બોક્સ સ્ટાઈલ સ્લિંગ બેગ પણ કેરી કર્યું, જે તેની સ્ટાઈલને ખૂબ જ સારી રીતે કોમ્પલીમેન્ટ કરી રહ્યું છે. દિપીકાએ પોતાના આ લુકને ન્યૂડ મેકઅપ અને ઓપન સૉફ્ટ કર્લી હેયર સાથે ફાઈનલ ટચ આપ્યો. વિંગ્ડ આઈલાઈનર, મસ્કરા, બ્લશર અને ગ્લોઈંગ બેઝમાં દિપીકાના આ લુકના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા કહી શકાય.

દિપીકાના લુકથી ફેન્સ ઈમ્પ્રેસ
દિપીકાએ પહેલા જ પોતાના લુકથી તેના ફેન્સને ઈમ્પ્રેસ કરી દીધા છે. રિપોર્ટસનું માનીએ તો, આ વર્ષે પણ દિપીકા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાના જલવા વિખેરતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે, દિપીકા વર્ષ 2017થી સતત કાન્સ રેડ કાર્પેટની શાન વધારી રહી છે. ત્યારે, તેના ફેન્સ હવે દિપીકા રેડ કાર્પેટના લુકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.