કોરોના જ્યાંથી ઉદ્દભવ થયો હોવાનું માનવામાં આવે છે, તે ચીન ફરી કોરોનાની ચપેટમાં આવી ગયું હોવાની વિગતો સામે આવી રહી છે. કોરોનાનું જનક ચીન( જો કે, ચીન આ માનવા માટે બિલકુલ તૈયાર નથી કે કોરોનાનો ઉદ્દભવ ચીનની જ કોઇ લેબમાં થયો છે) આજે ફરી કોરોનાનાં કહેરને કારણે લોકડાઉનની સાંકળોમાં સપડાઇ ચૂક્યું હોવાની વિગતો સામે આવી છે.
પાછલા થોડા દિવસોમાં જો કે, દેશ સહિત દુનિયાનાં અનેક દેશોમાં કોરોનાએ માથું ઉચક્યું હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. કહેવામાં આવે છે કે કોરોનાની નવી લહેર ફરી તરીત થઇ ચૂકી છે. તમામ હકીકતો વચ્ચે ચીનમાં કોરોનાના ડરથી ફફડાટ જોવામાં આવી રહ્યો છે. ચીના 27 જેટલા શહેરોમાં લોકડાઉન લાગુ કરી તાળા બંધી ફરમાવી દેવામાં આવી છે. ચીન દ્વારા 27 શહેરોમાં લાકડાઉન લાગુ કરવામાં આવતા આશરે 16.5 કરોડ લોકો ઘરોમાં કેદ થવા માટે મજબૂર બન્યા છે. ચીન દ્વારા નવા કોરોના વેરિઅન્ટને આગળ વધતો રોકવા માટે લોકડાઉન, માસ ટેસ્ટિંગ, ક્વોરેન્ટીન અને સરહદો બંધ કરવા જેવા આકરા પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
કોરોનાનાં આ કપરા કાળમાં આપણે પણ જાતે અનુભવેલ કહેરને ન ભૂલતા સતર્ક રહી, કોરોનાનાં પ્રાથમિક નિયમોને પાળી આપણી અને આપણા નજીકનાંઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવી આવકાર્ય છે.