ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલવિશેષ

બેડરૂમમાં ભુલથી પણ કપલ્સ ન રાખે આ વસ્તુઓ, સંબંધોમાં પડી શકે તિરાડ

  • કપલ્સ જો ભૂલથી કેટલીક વસ્તુઓ બેડરૂમમાં રાખી લેશે તો વાસ્તુની દ્રષ્ટિએ સમસ્યા સર્જાઇ શકે છે. કેટલીક એવી વસ્તુઓ છે જે અહીં નહીં રાખો તો મતભેદો પણ સાવ ઓછા થશે. 

દરેક વ્યક્તિ માટે ઘર તેના સપનાનો મહેલ હોય છે. ભલે ઘર નાનું હોય કે મોટુ, વ્યક્તિ તેમાં પોતાનો જીવ રેડી દે છે. નાના બાળકોથી લઇને મોટા સુધી દરેક લોકો પોતાના ભવિષ્યના સપના આ ચાર દિવાલની અંદર જ જોવે છે. ઘરની અંદર રહેતા પરિવારજનો નિયમિત રીતે પોતાના ઘર અને જીવનને વધુ સારુ બનાવવાનુ કોશિશમાં જોડાયેલા રહે છે. આવા સંજોગોમાં કેટલીક એવી બાબતો છે, જે અજાણતા થઇ જાય તો સોનેરી ભવિષ્યના રસ્તામાં અનેક મુશ્કેલીઓ આવી જાય છે. જો કોઇ કપલ બેડરૂમમાં અમુક વસ્તુઓ રાખે તો વાસ્તુની દ્રષ્ટિએ તેમાં સમસ્યા થઇ શકે છે. આજે એવી પાંચ બાબતો વિશે જાણીલો જેને ભુલથી પણ તમારા બેડરૂમમાં ન રાખશો. જો તમે આટલુ ધ્યાન રાખશો તો પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ નહીં આવે.

અરીસો

અરીસો બેડરૂમમાં ન રાખવો ડોઇએ. ઘણા વાસ્તુકાર બેડરૂમમાં અરીસો ન લગાવવાની સલાહ આપતા હોય છે. આમ તો અરીસો ન જ રાખવો જોઇએ, પરંતુ જો રાખવો પડે તેમ હોય તો એવા એંગલ પર રાખવો જ્યાંથી બેડ ન દેખાય. કોઇ પણ એંગલથી અરીસામાંથી બેડ ન દેખાવો જોઇએ.

બેડરૂમમાં ભુલથી પણ કપલ્સ ન રાખે આ વસ્તુઓ, સંબંધોમાં પડી શકે તિરાડ hum dekhenge news

ભગવાનની તસવીર કે મૂર્તિઓ

કપલ માટે બેડરૂમ ખૂબ પર્સનલ જગ્યા છે. જો આવા સંજોગોમાં આ રૂમમાં તમે ભગવાનની મૂર્તિઓ રાખશો તો તેમનો અનાદર થશે, કેમકે તેમની નિયમિત પૂજા-અર્ચના થવી જરૂરી છે. આવા સંજોગોમાં ભગવાનની મૂર્તિ કે તસવીરો બેડરૂમમાં ન રાખવી જોઇએ.

પૂર્વજોની તસવીર

ક્યારેય પણ બેડરૂમમાં પુર્વજોની તસવીરો દિવાલ પર કે ક્યાંય પણ ન લગાવવી જોઇએ. તે બેડરૂમમાં રાખવુ અશુભ માનવામાં આવે છે.

બેડરૂમમાં ભુલથી પણ કપલ્સ ન રાખે આ વસ્તુઓ, સંબંધોમાં પડી શકે તિરાડ hum dekhenge news

વધુ પડતા લાલ રંગનો ઉપયોગ

ઘણી વખત લોકોને કહેતા સાંભળ્યા હશે કે લાલ રંગ પ્રેમ સાથે સંબંધિત હોય છે. કપલ પોતાના બેડરૂમમાં લાલ વસ્તુઓ લગાવી તો લે છે, પરંતુ તેમાં ચાદર, તકિયા કબાટ, દિવાલો, પરદા સહિત ઘણી બધી વસ્તુઓ સામેલ હોય છે. વધુ પડતા લાલ રંગની જરૂર નથી. જરૂર કરતા વધુ લાલ રંગ ન વાપરો.

કોઇ પણ વસ્તુને જોડીમાં રાખો

કપલ્સ ઘણી વખત બેડરૂમમાં સજાવટની વસ્તુઓ રાખે છે. પરંતુ એ નક્કી કરો કે તમે જે પણ વસ્તુ રાખો તે જોડીમાં રાખો. બેડરૂમમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે એક જ હોય છે. આવી વસ્તુઓ સંબંધોમાં મતભેદો ઉભા કરે છે. તેથી માત્ર એક ગાલીચો કે એક કુશન, એક ખુરશી કે એક સોફા રાખવાથી બચો. હંમેશા વસ્તુઓને પેરમાં જ રાખો.

આ પણ વાંચોઃ આ 3 રાશિના લોકો હોય છે ખૂબ લક્કીઃ ભગવાન ગણેશ કરે છે સહાય

Back to top button