મને પણ ગરબા રમતા બતાવનાર ડીપફેક એક ગંભીર સમસ્યાઃ વડાપ્રધાન મોદી
- રશ્મિકા મંદાના વિવાદ વચ્ચે PM મોદી ‘ડીપફેક’ વીડિયો પર બોલ્યા
- વડાપ્રધાન મોદીએ ડીપફેકને ખૂબ જ ચિંતાનો વિષય ગણાવ્યો
- વડાપ્રધાને તેમના ગરબા કરતા ડીપફેક વીડિયોનો પણ કર્યો ઉલ્લેખ
નવી દિલ્હી : નરેન્દ્ર મોદીએ શુક્રવારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. PM મોદીએ ભાજપના દિવાળી મિલન કાર્યક્રમમાં પત્રકારોને સંબોધન કરતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) દ્વારા ‘ડીપફેક’ના સર્જન અંગે જણાવ્યું હતું કે, મીડિયાએ લોકોને આ સંકટ અંગે ચેતવણી આપવી જોઈએ. ડીપફેક વિડીયો એ સિન્થેટીક મીડિયા છે જેમાં હાલની ઇમેજ અથવા વિડિયોમાંની વ્યક્તિની જગ્યાએ બીજાની સમાનતા(રૂપ) જોવા મળે છે. વડાપ્રધાને તેમના ગરબા કરતા એક ડીપ ફેક વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમે કહ્યું કે, “મેં તાજેતરમાં એક વિડિયો જોયો જેમાં હું ગરબા રમતો જોવા મળી રહ્યો છું. આવા બીજા ઘણા વીડિયો પણ ઓનલાઈન છે,” PMએ ChatGpt ટીમને ડીપફેકની તપાસ કરવા અને જ્યારે આવા વીડિયો ઇન્ટરનેટ પર ફરતા થાય ત્યારે ચેતવણી આપવા જણાવ્યું છે.
Is that PM Modi Dancing Garbha ?
Or is it his LOOK ALIKE or DEEP FAKE ?Nice Moves, Mr. 2024 🤩 pic.twitter.com/MGkGULa41E
— 𝗡 𝗢 𝗜 𝗦 𝗘 (@NoiseAlerts) November 8, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન અભિનેત્રી રશ્મિકા મંદાનાના ‘ડીપફેક’ વીડિયોના વાયરલ થયાં થોડા દિવસો બાદ આવ્યું છે, આ વિડીયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હોવાની આશંકા હતી. મૂળ વિડિયો બ્રિટિશ-ભારતીય પ્રભાવકનો હોવાનું જણાવવામાં આવ્યું હતું, જેનો ચહેરો મંદાનાના ચહેરા સાથે એડિટ કરવામાં આવ્યો હતો.
ભારતીય જનતાના દિવાળી મિલન કાર્યક્રમમાં PMનું સંબોધન
VIDEO | “Artificial Intelligence, especially deepfake, is a matter of concern, and it can cause significant problems in the future as people do not have tools to verify the information available on social media,” says PM Modi while addressing BJP’s ‘Diwali Milan’ at party’s… pic.twitter.com/iO7d6j3Jfy
— Press Trust of India (@PTI_News) November 17, 2023
નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભારતીય જનતાના દિવાળી મિલન કાર્યક્રમમાં પત્રકારોને સંબોધતા મોદીએ ભારતને ‘વિકસિત ભારત’ બનાવવાના તેમના સંકલ્પનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, “આ માત્ર શબ્દો નથી પરંતુ જમીની વાસ્તવિકતા છે. ‘વોકલ ફોર લોકલ’ને લોકોનો ટેકો મળ્યો છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારતની સિદ્ધિઓએ લોકોમાં એવો વિશ્વાસ જગાડ્યો છે જેથી દેશ હવે અટકવાનો નથી. છઠ પૂજા ‘રાષ્ટ્રીય પર્વ’ બની ગઈ છે અને તે ખૂબ જ ખુશીની વાત છે.
ડીપફેક એ ખોટી માહિતીનું વધુ ખતરનાક અને નુકસાનકારક સ્વરૂપ
રશ્મિકા મંદાનાના વિડિયોને કારણે ટેક્નોલોજીના નિયમન માટે વ્યાપક માંગ ઉઠી હતી. ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજીના કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર કહ્યું હતું કે “ડીપફેકે નવીનતમ અને ‘ખોટી માહિતીનું વધુ ખતરનાક અને નુકસાનકારક સ્વરૂપ’ છે જેનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રોકવાની જરૂર છે.”
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને IT મંત્રાલયના પત્રો
મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નિર્દેશ કર્યો હતો કે, “તેઓ ભારતીય કાયદા દ્વારા ફરજિયાત ખોટી માહિતી અને ડીપફેકને દૂર કરવા માટે કાર્ય થાય તે સુનિશ્ચિત કરે.”
નવેમ્બર 6 અને 7ના રોજ, મંત્રાલયના સાયબર કાયદા વિભાગ દ્વારા ફેબ્રુઆરીમાં મોકલવામાં આવેલી ડીપફેક પરની સલાહના ફોલો-અપ તરીકે બે પત્રો જારી કરવામાં આવ્યા હતા. આ પત્રો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ), 2021 હેઠળની તેમની જવાબદારીઓ જણાવવામાં આવી હતી.
6 નવેમ્બરના પત્રમાં આવી સામગ્રીને દૂર કરવા અથવા ચોક્કસ નિયમો પાળવાની કોઈ સમયરેખા આપવામાં આવી ન હતી. જો કે, તેમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 66Dનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે હેઠળ જે કોઈ પણ વ્યક્તિ “વ્યક્તિત્વ” દ્વારા છેતરપિંડી કરવા માટે સંદેશાવ્યવહાર ઉપકરણ અથવા કોમ્પ્યુટર સંસાધનનો ઉપયોગ કરે છે તેને ત્રણ વર્ષની જેલ અને રૂપિયા 1 લાખ સુધીના દંડની સજા થઈ શકે છે.
આ પણ જુઓ :રશ્મિકા મંદાના પછી ઐશ્વર્યા રાયનો ટાઈગર 3ના ગીત પર ડાન્સનો ડીપફેક વીડિયો વાયરલ