ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

નશામાં ચૂર ટીવી સિરિયલના ડિરેક્ટરે ભીડમાં ચડાવી દીધી કાર, એકનું મૃત્યુ, અનેક ઘાયલ

મુંબઈ, 7 એપ્રિલ, 2025: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના સૌથી વ્યસ્ત બજારોમાંના એક ઠાકુરપુકુર બજારમાં રવિવારે સવારે એક કાર ભીડ પર ફરી વળી. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે કારમાં એક ટીવી સિરિયલ ડિરેક્ટર અને એક લોકપ્રિય બંગાળી મનોરંજન ચેનલના એક્ઝિક્યુટિવ નિર્માતા સવાર હતા. ઘટના બાદ સ્થાનિક લોકોએ બંનેને રોકીને પકડી લીધા અને ઉશ્કેરાયેલા ટોળાએ તેમને માર માર્યો.

મળતી માહિતી મુજબ ડેલી સિરિયલની સફળતા બાદ બંને ઉજવણી કરવા માટે શનિવારે રાતે કોલકાતાના સાઉથ સિટી મોલમાં અડધી રાતે પાર્ટી કરવા પહોંચ્યા હતા. મોટાભાગના લોકો દારૂના નશામાં ચૂર થઇને રાતે બે વાગ્યે નીકળ્યા હતા. જોકે સિદ્ધાંત દાસ અને શ્રેયા બસુ કાર લઇને નશામાં જ નીકળી પડ્યા હતા. . રવિવારે સવારે અચાનક તેમની કાર ઠાકુરપુર બજારમાં ઘૂસી ગઈ અને એક પછી એક અનેક લોકોને ફંગોળી નાખ્યા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ મૃત્યુ પામી જ્યારે અન્ય ઘણાં ઈજાગ્રસ્ત થયા.

ઘટના બાદ સ્થાનિકોએ બંનેને પકડી પાડ્યા હતા અને ગુસ્સામાં ભીડે જોરદાર મેથીપાક ચખાડી બંનેને પોલીસના હવાલે કરી દીધા હતા. ત્યારબાદ પોલીસે સિદ્ધાંત દાસ ઉર્ફે વિકટોની ધરપકડ કરી હતી. વિકટો બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો એક ડિરેક્ટર છે. તે ઘટના સમયે કાર હંકારી રહ્યો હતો. કારમાં એક બંગાળી એન્ટરટેઇનમેન્ટ ચેનલની એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર શ્રેયા બસુ નામની મહિલા યાત્રી હતી.

આ પણ વાંચો….મદ્રાસ હાઈકોર્ટની રાહત આજે પૂર્ણ, કુણાલ કામરા ત્રણ નોટિસ બાદ હવે પહોંચ્યા બોમ્બે HC

Back to top button