નોકરિયાતો માટે ખુશખબર: નવા ટેક્સ સ્લેબ બાદ હવે PF પર મળશે આ ગજબનો ફાયદો


નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2024: નોકરિયાત વર્ગ માટે ખુશખબર આવી છે. ઈપીએફઓમાં અકાઉન્ટધારકોને મોટી રાહત મળવાની છે. ધીમી પડેલી ઈંડિયન ઈકોનોમીને બૂસ્ટ કરવા માટે ભારત સરકારે મિડલ ક્લાસ માટે બજેટની સાથે અને બજેટ બાદ પણ મોટી ખુશખબર આપી દીધી છે. એક પછી એક ઘોષણાઓ અને વાયદા કરવામાં આવ્યા હતા. આ બધાનો ઉદ્દેશ્ય લોકોના હાથમાં કેશ ફ્લો વધારી સ્પલાઈને વિસ્તાર આપવાના રસ્તે માર્કેટમાં ડિમાન્ડ ઊભી કરવાનો છે, જેથી બજારને રફ્તાર મળી શકે.
એટલા માટે બજેટમાં 12 લાખ 75 હજાર સુધીની આવક પર ટેક્સ ફ્રીની જાહેરાત સાથે જ ભારત સરકાર હવે પીએફમાં જમા રકમ પર પણ વધારે વ્યાજની જાહેરાત કરી શકે છે. આગામી 28 ફેબ્રુઆરીએ થવા જઈ રહેલી ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં થાય તેવી સંભાવના છે. બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ મંત્રી કરશે. આ બેઠકમાં એમ્પ્લોયર એસોસિએશન અને ટ્રેડ યનિયનોની પ્રતિનિધિઓ પણ હાજર રહે તેવી સંભાવના છે.
એટલા માટે લાગી રહ્યા છે વધાલે રેટ ઓફ ઈંટ્રેસ્ટ
ભારત સરકારનો હાલમાં સૌથી વધારે ભાર માર્કેટ ડિમાન્ડને બૂસ્ટ કરવાનો છે. તેના માટે અલગ અલગ ઉપાય કરી રહી છે. એટલા માટે આ જરુરી છે કે 12 લાખની આવક પર ટેક્સ ફ્રી કર્યા બાદ લોકોને વધુ જગ્યાએ વધારે આવક થતી દેખાય. જેથી લોકો ઘરેલૂ સપ્લાઈને વધારી શકે. એટલા માટે આ શક્ય છે કે, 2024-25 માટે પીએફ પર મળતા વ્યાજના દર વધારવામાં આવે.
છેલ્લા બે વર્ષમાં ભારત સરકાર આવું કર્યું છે. 2022-23માં પીએફનો વ્યાજ દર વધારીને 8.15 ટકા કર્યો હતો. 2023-24માં તેને વધારીને 8.25 ટકા કર્યો હતો. એટલા માટે બેન્કોના બેસ રેટને જોતા આ શક્ય છે કે પીએફ પર મળતા વ્યાજ દર, થોડો તો થોડો રેટ વધારી શકે છે.
સાત કરોડથી વધારે પીએફ ખાતાધારક
ઈપીએફઓ પાસે સાત કરોડથી વધારે ખાતાધારક છે. 2023-24ની એન્યુઅલ રિપોર્ટ અનુસાર, આ સંખ્યા સાત કરોડ 37 લાખ હતી. આવી જ રીતે ઈપીએફઓના પેન્શન ફંડમાં પૈસા જમા કરાવનારા સંખ્યા પણ લગભગ આઠ લાખ થઈ ચુકી છે.
આ પણ વાંચો: ગરીબ ખેડૂતને વીજળી વિભાગે 7 કરોડનું લાઈટ બિલ પકડાવી દીધું, આખો પરિવાર આઘાતમાં આવી ગયો