ટ્રેન્ડિંગધર્મ

ત્રિપુષ્કર યોગમાં ફેબ્રુઆરી મહિનાનું પહેલું પ્રદોષ વ્રત, જાણો શુભ મુહૂર્ત

  • ફેબ્રુઆરી મહિનાનું પહેલું પ્રદોષ વ્રત 9 ફેબ્રુઆરી 2025, રવિવારના રોજ આવી રહ્યું છે. તેથી તે રવિ પ્રદોષ વ્રત તરીકે ઓળખાશે

HD ન્યુઝ ડેસ્કઃ દર મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ દિવસ દેવોના દેવ મહાદેવની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવની ઉપાસના કરવાથી સાધકને દરેક પ્રકારના સુખ મળે છે અને જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. જે દિવસે ત્રયોદશી તિથિ આવે છે તે દિવસે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. દ્રિક પંચાંગ અનુસાર, ફેબ્રુઆરી મહિનાનું પહેલું પ્રદોષ વ્રત 9 ફેબ્રુઆરી 2025, રવિવારના રોજ આવી રહ્યું છે. તેથી તે રવિ પ્રદોષ વ્રત તરીકે ઓળખાશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, રવિ પ્રદોષ વ્રતને દીર્ધાયુષ્ય અને સ્વાસ્થ્યના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે. ચાલો જાણીએ ફેબ્રુઆરી મહિનામાં પ્રદોષ વ્રતની ચોક્કસ તારીખ, શુભ સમય અને પૂજા વિધિ.

ત્રિપુષ્કર યોગમાં ફેબ્રુઆરી મહિનાનું પહેલું પ્રદોષ વ્રત, જાણો શુભ મુહૂર્ત hum dekhenge news

પ્રદોષ વ્રત ક્યારે છે?

દ્રિક પંચાંગ અનુસાર મહા મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 09 ફેબ્રુઆરીએ સાંજે 7.25 વાગ્યે શરૂ થાય છે અને 10 ફેબ્રુઆરીએ સાંજે 6.57 વાગ્યે સમાપ્ત થાય છે. પ્રદોષ વ્રતમાં પ્રદોષ કાળપૂજાનું વિશેષ મહત્ત્વ છે. તેથી આ મહિનામાં પ્રથમ પ્રદોષ વ્રત 9 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પ્રીતિ યોગ અને ત્રિપુષ્કર યોગ સહિત બે શુભ યોગ બની રહ્યા છે. આ યોગ શુભ કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

પ્રદોષ કાળ પૂજાનો શુભ સમય

પ્રદોષ વ્રતના દિવસે સાંજે 7.25થી 08.49 સુધી પ્રદોષ કાળ પૂજા માટે શુભ સમય રહેશે.

રવિ પ્રદોષ વ્રત પૂજા પદ્ધતિ

રવિ પ્રદોષ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠો. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. ભગવાન શિવનું ધ્યાન કરો અને ફળાહારની પ્રતિજ્ઞા લો. શિવલિંગ પર જળ ચઢાવો. આ પછી ષોડષોપચારથી શિવ-ગૌરીની પૂજા કરો. પ્રદોષ કાળમાં સાંજે પૂજાની તૈયારી કરો. જો શક્ય હોય તો, ફરીથી સ્નાન કરો. શિવાલયમાં જાઓ અથવા ઘરમાં ભગવાન શિવની પૂજા કરો. શિવલિંગ પર ફળ, ફૂલ, ધૂપ, દીવો, આકડાના ફૂલ, બીલીપત્ર, ધતુરા, મધ સહિતની તમામ પૂજા સામગ્રી એકત્રિત કરો. શિવ ચાલીસાનો પાઠ કરો. ભગવાન શિવના બીજ મંત્ર ‘ઓમ નમઃ શિવાય’નો જાપ કરો. રવિ પ્રદોષ વ્રતની કથા વાંચો. અંતમાં શિવ અને ગૌરી સહિત તમામ દેવી-દેવતાઓની આરતી કરો. પૂજા દરમિયાન થયેલી ભૂલો માટે ક્ષમા માગો અને શિવ અને પાર્વતીના આશીર્વાદ લઈને પૂજા સમાપ્ત કરો.

આ પણ વાંચોઃ 12 ફેબ્રુઆરીએ સૂર્યનું કુંભમાં ગોચર, ચાર રાશિને મળશે તેના શુભ ફળ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button