ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ-3ની પરીક્ષા રદ કરવામાં આવી છે. સિનિયર ક્લાર્ક વર્ગ-3 ની કોમ્પ્યુટરની પરીક્ષા લેવાઇ હતી. ટેકનીકલ ખામી સર્જાતા પરીક્ષા રદ કરવામાં આવી છે. ટૂંક સમયમાં પરીક્ષાનું ફરીથી આયોજન કરવામાં આવશે. આ જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ના ચેરમેન એ.કે.રાકેશ દ્વારા કરવામાં આવી છે.
GSSSBના ચેરમેને ટ્વીટ કરી આપી જાણકારી
સિનિયર ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા ફરીથી લેવાશે
ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે
કોમ્પ્યુટર પ્રોફિસિયન્સીની પરીક્ષા ફરીથી લેવાશે
ટેકનિકલ કારણોસર પરીક્ષા રદ્દ કરવાની માંગ ઉઠી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા દરમિયાન કેટલીક ટેક્નિકલ સમસ્યા સર્જાઈ હતી. જેથી તેનું પુન: આયોજન કરવા માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી. GSSSB દ્વારા તમામ રજૂઆતોની સમીક્ષા કર્યા બાદ ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાનું પુન: આયોજન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે GSSSB ના ચેરમેન દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે, હવે આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે. સીનિયર ક્લાસ વર્ગ-3ની સીધી ભરતી માટે ભાગ-2ની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી કસોટી 3 થી 5 માર્ચ દરમિયાન કુલ 7 સેશનમાં પોલીસ એકેડમી કરાઈ ખાતે યોજાઈ હતી.