ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસમધ્ય ગુજરાત

ગુજરાતમાં ગાડી ચલાવવી મોંઘી પડશે, CNGના ભાવમાં ધરખમ વધારો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક :  ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ આજથી એટલે કે 1 ડિસેમ્બરથી CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ગુજરાતમાં CNGની કિંમત હવે વધીને 77.76 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ગુજરાત ગેસે તેના ફ્રેન્ચાઇઝ માલિકોને પત્ર મોકલીને આ માહિતી આપી છે. અગાઉ જુલાઈમાં સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો હતો. ઓગસ્ટમાં પણ કિંમતમાં ફરી એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સીએનજીના આ નવા ભાવ શનિવાર મધરાતથી લાગુ થઈ ગયા છે.

મોટી સંખ્યામાં લોકોને અસર થશે
કિંમતોમાં આ વધારો દક્ષિણ ગુજરાતના 4 લાખથી વધુ સીએનજી વાહન વપરાશકારોને અસર કરશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં 60 CNG પંપ અને દક્ષિણ ગુજરાતમાં 250 CNG પંપ છે. સીએનજીનો ઉપયોગ મોટાભાગે ઓટો રિક્ષા અને સ્કૂલ વાનમાં થાય છે. જેના કારણે સ્કૂલ વાન સંચાલકોએ તેમના ચાર્જમાં વધારો કરવો પડી શકે છે.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા થયા 
બીજી તરફ મહિનાના પહેલા દિવસે સરકારી ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો થયો છે. 19 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે દિલ્હીમાં 1818.50 રૂપિયામાં મળશે. દિલ્હી સિવાય કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1927.00 રૂપિયા થઈ ગઈ છે. આ ગેસ સિલિન્ડર મુંબઈમાં ₹1771.00 અને ચેન્નાઈમાં ₹1980.50માં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશ: હિંસા દરમિયાન વકીલની હત્યાના મામલામાં 9 લોકોની ધરપકડ, હિંદુઓ પર હુમલા જારી

Back to top button