ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : HNGU યુનિવર્સિટીની ફરી એક છબરડો અને ઘોર બેદરકારી સામે આવી

  • વિદ્યાર્થીઓને ઘરે પહોંચ્યા પછી ખબર પડી હતી કે 2024નું પેપર છે
  • HNGUમાં ફરી એક છબરડો અને ઘોર બેદરકારી સામે આવી છે
  • વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે શિક્ષણ વિભાગની પોલ ઉઘાડી પાડી

ગુજરાતમાં ક્યારેય પેપર ફૂટી જાય છે તો ક્યારેક પરીક્ષામાં ચોરીઓ કરાવાતી હોવાના કિસ્સા સામે આવે છે. આમ છતાં ગુજરાત સરકાર શિક્ષણ સ્તર સુધર્યું છે. ત્યારે વધુ એકવાર HNGU (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) નો ફરી એક છબરડો અને ઘોર બેદરકારી સામે આવી છે.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે શિક્ષણ વિભાગની પોલ ઉઘાડી પાડી

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે શિક્ષણ વિભાગની પોલ ઉઘાડી પાડી છે અને શિક્ષણ વિભાગ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. જેને લઇને સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ પણ કરી છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ અવાર-નવાર વિદ્યાર્થીઓના ન્યાય અને હિતમાં સોશિયલ મીડિયા પર ઘટસ્ફોટ કરતા યુનિવર્સિટી સામે આક્ષેપ કર્યા છે. યુવરાજ સિંહે આજે ફરી એકવાર સોશિયલ મીડિયા પર શિક્ષણ વિભાગને લાલિયાવાડી અને બેદરકારીને ઉઘાડી પાડતી પોસ્ટ કરી છે. જેમાં HNGU (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) દ્વારા એલ.એલ.બી. સેમેસ્ટર 4ની પરીક્ષામાં માર્ચ 2024નું બેઠેબેઠું પેપર પૂછવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓને ઘરે પહોંચ્યા પછી ખબર પડી હતી કે 2024નું પેપર છે

યુનિવર્સિટી દ્વારા પૂછવામાં આવેલા પેપરમાં માર્ચમાં 2024 લખેલું છે. વર્ષ અને મહિનો સુદ્ધા બદલવાની તસદી લેવામાં આવી નથી. HNGU (હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) માં અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી સ્થિતિ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશો, પરીક્ષા નિયામક, કોલેજ સુદ્ધાએ ક્રોસ ચેક કરવાની તસદી લીધી ન હતી. જોકે વિદ્યાર્થીઓને ઘરે પહોંચ્યા પછી ખબર પડી હતી કે 2024નું પેપર છે.

આ પણ વાંચો: ગુજરાત : રાજ્ય સરકારે શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો

Back to top button