ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: પાનકાર્ડના નવા વર્ઝનના નામે બેંક એકાઉન્ટ ખાલી કરવાનો નવો કીમિયો

Text To Speech
  • પાનકાર્ડ અપડેશન માટે કોઇપણ ફોનનો જવાબ આપવા નહિ
  • હવે નવું પાનકાર્ડ મળશે તે બારકોડ સ્કેનવાળું પણ હશે
  • પાનકાર્ડને અપડેટ કરવાના બહાને ગઠિયાઓ સક્રિય થયા

ગુજરાતમાં પાનકાર્ડના નવા વર્ઝનના નામે બેંક એકાઉન્ટ ખાલી કરવાનો નવો કીમિયો સામે આવ્યો છે. જેમાં સાયબર માફિયાઓ માટે લોકોને છેતરવા માટે નવું શસ્ત્ર હાથમાં આવ્યું છે.

પાનકાર્ડને અપડેટ કરવાના બહાને ગઠિયાઓ સક્રિય થયા

નાણાંકિય વ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા પાનકાર્ડને અપડેટ કરવાના બહાને ગઠિયાઓ હવે લોકો પાસેથી પૈસા ખંખેરવા માટે સક્રિય થઇ ગયા છે. હજી તો સરકાર દ્વારા પાનકાર્ડ 2.૦ની માત્ર જાહેરાત કરાઇ છે તેનો અમલ થયો નથી અને તે પહેલાં જ સાયબર ગઠિયાઓ પાનકાર્ડના નવા વર્ઝનના નામે લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવાનો નવો કીમિયો અજમાવવા લાગ્યા છે.

હવે નવું પાનકાર્ડ મળશે તે બારકોડ સ્કેનવાળું પણ હશે

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (પાન) નાણાંકિય વ્યવહારો માટે ફાળવી તે નંબરનું પાનકાર્ડ ઇસ્યૂ નાગરિકોને કરવામાં આવે છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા પાનકાર્ડમાં સુધારા કરવાનું નક્કી કરાયું છે અને પાન કાર્ડ 2.૦ એટલે કે પાનકાર્ડનું નવું વર્ઝન અપડેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે મુજબ લોકોને હવે નવું પાનકાર્ડ મળશે તે બારકોડ સ્કેનવાળું પણ હશે અને તેમાં પાનકાર્ડ હોલ્ડરના જૂના ડેટાનો પણ ઉલ્લેખ હશે.

પાનકાર્ડ અપડેશન માટે કોઇપણ ફોનનો જવાબ આપવા નહિ

પોલીસે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર નવું અપડેટ પાનકાર્ડ ડાયરેક્ટ તમારા સરનામા પર જ મોકલશે. પોલીસે લોકોને અપીલ કરી છે કે ખાસ ધ્યાન રાખજો કે પાનકાર્ડ અપડેશન માટે કોઇપણ પ્રકારનો ફોન, મેસેજ કે ઇમેલ આવે તો જવાબ કે કોઇ માહિતી અથવા ઓટીપી ના આપશો.

આ પણ વાંચો: સુરત: કામરેજથી બિશ્નોઈ ગેંગના 4 કુખ્યાત ઝડપાયા

Back to top button