ગુજરાત પોલીસ આજથી નવા કાયદા મુજબ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરશે
- ગુજરાત પોલીસ દ્વારા આ અંગે છેલ્લા ત્રણ માસથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી
- ઈ ગુજકોપ સોફ્ટવેરમાં પણ નવા કાયદા મુજબ અપડેટ કરવામાં આવ્યા: DGP વિકાસ સહાય
- પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને નવા કાયદાની તાલીમ આપવામાં આવી
ગુજરાત પોલીસ આજથી નવા કાયદા મુજબ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરશે. જેમાં ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત પોલીસ સફળ કામગીરી કરી રહી છે. તેમજ રાજ્યમાં ગુનાખોરીનો વ્યાપ ઘટ્યો છે. તેમજ પોલીસ વિભાગમાં આધુનિક સાધનોનો ઉપયોગ વધ્યો છે. તથા કાયદાની જોગવાઇ મુજબ લોકોમાં જાગૃતિ પણ આવી છે. ત્યારે DGP રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે કે પોલીસને ઈ-સાખ્ય એપ અને નવા કાયદા અંગે તાલીમ અપાઈ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા 3 લોકોના મૃત્યુ, 6 ઘાયલ
ઈ ગુજકોપ સોફ્ટવેરમાં પણ નવા કાયદા મુજબ અપડેટ કરવામાં આવ્યાનું રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું
ઈ ગુજકોપ સોફ્ટવેરમાં નવા કાયદા મુજબ અપડેટ કરી દેવામાં આવ્યું છે. તેમજ સાખ્ય એપ અને નવા કાયદાની કલમોના ફેરફાર અંગે પોલીસને સજ્જ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ફેરફાર કરીને લાવવામાં આવેલા ત્રણ નવા કાયદા મુજબ આજથી ગુજરાત પોલીસ ગુનો નોંધવાની પ્રક્રીયા હાથ ધરી તપાસ કરશે. ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને છેલ્લા કેટલાક સમયથી બે પાસાની ટ્રેનિંગ આપવામાં આવી છે. જે મુજબ ઈ સાખ્ય એપ અને નવા કાયદાની કલમોના ફેરફાર અંગે પોલીસને સજ્જ કરવામાં આવી છે. ઈ ગુજકોપ સોફ્ટવેરમાં પણ નવા કાયદા મુજબ અપડેટ કરવામાં આવ્યાનું રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું છે.
ગુજરાત પોલીસ દ્વારા આ અંગે છેલ્લા ત્રણ માસથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી
1947 બાદ દેશને આઝાદી મળ્યા પછી પણ દેશમાં અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાની અમલવારી ચાલુ રહી હતી. આ કાયદાઓમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈને કેન્દ્ર સરકારે 2023માં ભારતીય દંડ સંહીતા (ઈન્ડિયન પીનલ કોડ), ફોજદારી પ્રક્રિયા સંહિતા ( ક્રિમીનલ પ્રોસીઝર કોડ) અને ભારતીય પુરાવા સંહિતા (ઈન્ડિયન એવીડન્સ એક્ટ)માં ધરખમ ફેરફાર કર્યા હતા. જે કાયદાની અમલવારી 1,જૂલાઈ,2024ના રોજથી સમગ્ર દેશમાં લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાત પોલીસ દ્વારા આ અંગે છેલ્લા ત્રણ માસથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને નવા કાયદા બે પાસાની તાલીમ આપવામાં આવી
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને નવા કાયદા બે પાસાની તાલીમ આપવામાં આવી છે. નવા કાયદામાં કલમોમાં ફેરફાર તેમજ તપાસમાં ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરવાની વાત છે. જે પગલે અધિકારીઓને આ બંને મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી ઈ સાખ્ય એપના ઉપયોગની સમજણ આપવામાં આવી છે. ઈગુજકોપ સોફ્ટવેરમાં નવા કાયદાનું અપડેટ કરી દેવામાં આવ્યું છે. શનિવારે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને મે ઓનલાઈન નવા કાયદાની જાણકારી અને અમલવારી કરવા માટે સંબોધન કર્યું હતું. આજથી રાજ્યમાં નવા કાયદાની અમલવારી માટે રાજ્ય પોલીસ સજ્જ છે.
નવા કાયદામાં અન્ય કયા નિયમો છે તે જાણો
નવા કાયદા અનુસાર FIR થયાના 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવી પડશે. કોર્ટે ચાર્જશીટ દાખલ કર્યાના 60 દિવસની અંદર આરોપો ઘડવા પડશે. આ સાથે કેસની સુનાવણી પૂર્ણ થયાના 30 દિવસમાં ચુકાદો આપવો પડશે. ચુકાદો આપ્યા બાદ તેની નકલ 7 દિવસમાં આપવાની રહેશે. પોલીસે અટકાયત કરાયેલ વ્યક્તિના પરિવારને લેખિતમાં જાણ કરવાની રહેશે. માહિતી ઓફલાઈન તેમજ ઓનલાઈન આપવાની રહેશે. 7 વર્ષ કે તેથી વધુની સજાના કિસ્સામાં પીડિતાને સુનાવણી કર્યા વિના પરત કરવામાં આવશે નહીં. જો પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ હોય તો પોલીસે પીડિતાનું નિવેદન નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી પડશે.