ગુજરાત: બેટ દ્વારકા જતા ભક્તો માટે ખાસ સમાચાર


- દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન યથાવત
- 30 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઈ
- યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ
ગુજરાતના બેટ દ્વારકા જતા ભક્તો માટે ખાસ સમાચાર આવ્યા છે. જેમાં દ્વારકામાં મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ છે.
દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન યથાવત
દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન યથાવત છે. જેમાં ધાર્મિક માળખા સહિત 30 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. તેમાં ત્રણ દિવસમાં બાલાપરમાં 260 જેટલાં મકાન તોડવામાં આવ્યા છે. આ સાથે ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલાં બાંધકામ દૂર કરી 60800 ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરવામાં આવી છે.
યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ
દબાણ દૂર કરવાના અભિયાન હેઠળ ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલાં બેક ધાર્મિક માળખાને પણ તોડી પાડવામાં આવ્યા છે. ઓખા વિસ્તારમાં સરકારી જગ્યા પર બનાવવામાં આવેલી હજર પંજપીર દરગાહ તોડી પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર ધાર્મિક માળખાને તોડતા પહેલાં ત્રણ વખત નોટિસ પણ આપવામાં આવી હતી.
દ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. યાત્રિકોનો દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. જોકે, મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરુ છે.