જજ સાહેબ! પત્નીથી છૂટકારો અપાવો, કહ્યા વિના મિત્રો સાથે ફરવા જતી રહે, દારુ પીને ઘરે આવે

પ્રયાગરાજ, 16 જાન્યુઆરી 2025: પતિ-પત્ની વચ્ચે વિચિત્ર ઘટનાઓ સામે આવતા હોય છે. હાલમાં જ એક પતિએ પોતાની પત્નીની દારુની આદતથી કંટાળીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. પતિએ કોર્ટને કહ્યું કે, તેની પત્ની કહ્યા વિના પોતાના મિત્રો સાથે બહાર જતી રહે છે અને દારુ પણ પીવે છે. પત્નીથી છૂટકારો મેળવવા અથવા છૂટાછેડા લેવા માટે પતિએ કોર્ટમાં અરજી કરી હતી. પણ તેની ઈચ્છા પુરી થઈ નહીં. કારણ કે તેના પર કોર્ટે એવો ચુકાદો આપ્યો જે પતિની આશા કરતા વિપરીત હતો.
હકીકતમાં જોઈએ તો, પતિ છૂટાછેડા લેવા માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં ગયો હતો. જસ્ટિસ વિવેક ચૌધરી અને પ્રકાશ શુક્લાની ડિવીઝન બેન્ચ સામે સુનાવણી દરમ્યાન પતિએ કહ્યું કે તે પોતાની પત્નીથી છૂટાછેડા લેવા માગે છે, કારણ કે તેની પત્ની પોતાના પુરુષ દોસ્તો સાથે મને કહ્યા વિના જતી રહે છે, દારુ પણ પીવે છે. પતિની આ ફરિયાદ પર કોર્ટે કહ્યું કે, જો દારુ પીધા બાદ પત્ની દ્વારા અસભ્ય વર્તન ન કરવામાં આવે તો તે ક્રૂરતા નથી.
દારુ પીવો એ ક્રૂરતા નથી
કોર્ટે આગળ કહ્યું કે, મિડલ ક્લાસ સોસાયટીમાં દારુ પીવાની મનાઈ છે અને સંસ્કૃતિનો તે ભાગ નથી. પણ રેકોર્ડ પર એવી કોઈ વસ્તું નથી મળતી, જે બતાવે કે દારુ પીવાના કારણે પતિ સાથે કોઈ ક્રૂરતાને દર્શાવી રહી હોય. અહીં ઉલ્લેખનિય છે કે કોર્ટ ક્રૂરતા, પરિત્યાગ અથવા છોડીને જવાના પાયા પર કેસની સુનાવણી કરી રહી હતી. સુનાવણી બાદ કોર્ટે જાણ્યું કે, આ બંને આધાર એકબીજાથી એકદમ અલગ છે.
દારુથી બાળક અસ્વસ્થ પેદા થવાની પુષ્ટિ નથી થઈ
કોર્ટે દલીલ આપતા કહ્યું કે, ફેમિલી કોર્ટ પણ સાચી છે. કારણ કે એવી કોઈ ઠોસ વાત નથી મળતી જે એ સાબિત કરે કે દારુ પીવાના કારણે બાળકો નબળા અથવા સ્વસ્થ જન્મતા નથી. ત્યાં સુધી કે તેની કોઈ પુષ્ટિ પણ નથી થઈ કે દારુ પીવાથી પ્રેગ્નેન્સીમાં કોઈ તકલીફ આવી શકે છે. જો કે મામલાની સુનાવણી દરમ્યાન કોર્ટે જાણ્યું કે, પત્ની 2016થી પોતાના પતિથી અલગ રહેતી હતી.
કોર્ટે છૂટાછેડાને મંજૂરી આપી દીધી
આ ઉપરાંત કોર્ટે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે આ મામલામાં પતિના સાસરિયા તરફથી પણ ભાગીદારી નથી. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે પત્ની પોતાના સાસરિયે પાછી જવા માગતી નથી. જે બાદ કોર્ટે પતિના છૂટાછેડાની અરજીને મંજૂરી આપી દીધી.
આ પણ વાંચો: દાઢી સેટ કરવાના 600 રુપિયા, વાળ કપાવવાના 2100 રુપિયા, આ સૈલૂનની પ્રાઈઝ સાંભળી ચક્કર આવી જશે