કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જામનગરમાં પોલીસની ખોટી ઓળખ આપી દુકાનદાર પાસે બે લેપટોપની માગણી

Text To Speech
  • એસઓજી બ્રાન્ચમાં ફરજ બજાવતા હોવાની આપી હતી ઓળખ
  • હિતેશ ચૌહાણ નામના વેપારીને ગાળો આપી ધમકી અપાઈ
  • સીટી સી પોલીસ મથકે મહેશ જાડેજા સામે નોંધાયો ગુનો

જામનગર શહેરમાં નકલી પોલીસ બનીને છેતરપીંડી કરવાનો પ્રયાસ કરતી ઘટના સામે આવી છે. શહેરના દુકાનદારને એસઓજી પોલીસ તરીકેની ઓળખ આપી બે લેપટોપની માગણી કરી છેતરપીંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે એક શખ્સ વિરુધ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારીને ઘરેથી ઉઠાવી ધમકી આપી

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં બેડી રિંગ રોડ, તિરુપતિ પાર્ક-1માં રહેતાં હિતેશભાઇ તેજાભાઇ ચૌહાણ નામના યુવાનને મહેશ જાડેજા નામના શખ્સે ગત તા. 10 મેના રોજ ફરિયાદીને ફોન કરી જામનગર એસઓજી એરફોર્સ શાખામાં પોલીસ કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી બે લેપટોપની માગણી કરી હતી અને ફરિયાદીને અપશબ્દ બોલી ઘરેથી ઉપાડી જઇ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય કોઈ વેપારી ભોગ બન્યા છે ?

આ અંગે દુકાનદારે તપાસ કરાવતાં એસઓજીમાં આ નામનો કોઇ પોલીસ કર્મચારી ન હોવાનું જણાતાં આ અંગે હિતેશભાઇ તેજાભાઇ ચૌહાણ દ્વારા સીટી-સી ડિવિઝનમાં મહેશ ચાવડા વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી ઉપરાંત હિતેશભાઈ જેવા અન્ય કોઈ વેપારીને આ પ્રકારે ભોગ બનવાની નોબત આવી છે કે કેમ ? તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button