નવસારીઃ શહેરમાં આવેલી એક હોલસેલ ટ્રેડિંગની દુકાનમાંથી ચોરે પામોલીન તેલનો ડબ્બો આસાનીથી ઊંચકી ચોરી કરીને જતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જેને પગલે દુકાન માલિક આવતીકાલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં મામલે ફરિયાદ નોંધાવી હતી.
નગરપાલિકાની પાછળ આવેલા શોપિંગ સેન્ટરમાં આર.કે ટ્રેડર્સ નામની હોલસેલની દુકાન છે. જેમાં બપોરના સમયે દુકાનના માલિક હરપાલ વાંજવાની પોતાની દુકાનના બાજુમાં પાણી પીવા ગયા હતા. તેમની સાથે ચોર પણ પાણી પીને છૂટો પડ્યો હતો. ત્યારે દુકાન માલિક બીજા કામમાં લાગી જતાં ચોરે મોકો જોઈને દુકાનની બહાર પડેલા રૂપિયા 2500ની કિંમતનો પામોલીન તેલનો ડબ્બો લઈને ચાલતી પકડી હતી. આ સમગ્ર મામલે સીસીટીવી દ્રશ્યો સામે આવતા દુકાનદાર પણ ચોંકી ગયા હતા.
આ સમગ્ર મામલે દુકાનદાર નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચોર કોઈ જાણભેદુ હોવાની શંકા પ્રબળ બની છે. જેને લઇને શોપિંગ સેન્ટરની અન્ય દુકાનદારમાં આ ચોર હાથફેરો ન કરે તે પહેલાં તેની ધરપકડ થાય તે માટે વેપારીઓ પણ સજાગ થયા છે.