ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચેની પ્રથમ T-20માં ટીમ ઈન્ડિયાએ 68 રનથી યજમાનન ટીમને હરાવી, કાર્તિક-રોહિતની ધમાકેદાર ઈનિંગ
ભારત વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચ T20 સીરીઝનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત શુક્રવારે પ્રથમ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં વેસ્ટઇન્ડિઝે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટઇન્ડિઝને 68 રને હાર આપી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 190 રન કર્યા હતા. જેના જવાબમાં વેસ્ટઇન્ડિઝ 122 રન જ કરી શક્યુ હતુ. ભારત તરફથી સૌથી વધુ વિકેટ અર્શદિપ સિંહ, રવિચંદ્રન અશ્વિન અને રવિ બિશ્નોઈને 2-2 વિકેટ મળી હતી. તો ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી. જ્યારે વેસ્ટઇન્ડિઝ તરફથી સૌથી વધુ રન શુમાર બ્રૂક્સે 20 રન કર્યા હતા. દિનેશ કાર્તિકને તેની ધમાકેદાર ઇનિંગ માટે મેન ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.
રોહિત-કાર્તિકની વિનિંગ ઈનિંગ
ભારત તરફથી સૌથી વધુ રન રોહિત શર્માએ 64 રન કર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 44 બોલમાં 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. દિનેશ કાર્તિકે ફરી એકવાર ધમાકેદાર ફિનિશીંગ કર્યુ હતુ. કાર્તિકે ડેથ ઓવર્સમાં ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 19 બોલમાં 41 રન ફટકારીને ટીમના સ્કોરને 190 પર લાવી દીધુ હતુ. કાર્તિકની ઇનિંગ દરમિયાન તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 2 છગ્ગા નિકળ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 215.75ની રહી હતી.
.@DineshKarthik played a stroke-filled knock of 41* off 19 balls & bagged the Player of the Match award as #TeamIndia beat West Indies in the first T20I. ???? ????
Scorecard ▶️ https://t.co/qWZ7LSCo82 #WIvIND pic.twitter.com/lZDxvVUVWS
— BCCI (@BCCI) July 29, 2022
યજમાન ટીમના બોલર્સને પણ ધારી સફળતા ન મળી
વેસ્ટઇન્ડિઝ તરફથી સૌથી વધુ વિકેટ અલ્ઝારી જોસેફે 2 વિકેટ લીધી હતી. જ્યારે મેકોય, હોલ્ડર, હુસૈન અને પૉલને 1-1 વિકેટ મળી હતી.
ભારતનો ટૉપ ઓર્ડર ફરી ફ્લોપ
સૂર્યકુમાર યાદવ ઓપનિંગમાં ઉતર્યો હતો. સૂર્યકુમાર યાદવે શરૂઆત સારી કરી હતી. પરંતુ તે લાંબી ઇનિંગમાં ફેરવી શક્યો નહતો. અને 16 બોલમાં 24 રન કરી અકીલ હુસૈનની બોલિંગમાં આઉટ થયો હતો. શ્રેયસ અય્યર પણ ખાસ ચાલ્યો નહતો અને ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો.
નંબર-4 પર આવેલા ઋષભ પંત પણ ફેલ રહેતા તે 14 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પણ સસ્તામાં આઉટ થયો હતો. તે 1 રને પેવેલિયન પરત ફર્યો હતો. તો રવિન્દ્ર જાડેજાએ 16 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિન 13 રને નોટઆઉટ રહ્યો હતો.