રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા છે અને 34 દર્દીને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 17, ગાંધીનગર – વડોદરામાં 4, સુરતમાં 2 અને નવસારીમાં 1 કેસ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આજે એકપણ નવો કેસ નોંધાયો નથી.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 199 પર પહોચી છે. જેમાં 2 દર્દી વેન્ટીલેટર ઉપર છે, જ્યારે 197 દર્દીઓ સ્ટેબલ છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 10,944 પર પહોચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં પોઝીટીવ કેસનો આંક 12,24,893 પર પહોંચ્યો છે.
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી એક પણ કોવિડ કેસ નોંધાયો નથી. જે સ્થિતિ આજ પણ યથાવત રહી છે. જેથી આજે કોઈ કેસ ન નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 4 દર્દી ઉપર સ્થિર છે.