ગુજરાતમાં ગરમી વચ્ચે તાવ અને ખાંસી સહિત વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો
- સોલા સિવિલમાં 10 શંકાસ્પદ કેસમાંથી ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
- મોટા ભાગના દર્દીઓની ફરિયાદ રહી છે કે, ખાંસી લાંબો સમય સુધી મટતી નથી
- બે સપ્તાહમાં શરદી, તાવ, ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના 2,757 દર્દીઓ નોંધાયા
ગુજરાતમાં ગરમી વચ્ચે તાવ અને ખાંસી સહિત વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. જેમાં ગુજરાતમાં રોજના 825 જેટલા લોકો ચક્કર ખાઈને પડી જવાના કેસ સામે આવ્યા છે. શરદી, તાવ, ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના 2,757 દર્દીઓ નોંધાયા છે. તેમજ છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1,541 દર્દીઓને સારવાર અપાઈ છે.
મોટા ભાગના દર્દીઓની ફરિયાદ રહી છે કે, ખાંસી લાંબો સમય સુધી મટતી નથી
ગરમીના પ્રકોપના કારણે ગુજરાતમાં રોજના 825 જેટલા લોકો ચક્કર ખાઈને પડી જવા, ઝાડા ઉલટી સહિતની બીમારીમાં સપડાઈ રહ્યા છે તો બીજી તરફ તાવ, શરદી, ખાંસી સહિતના કેસોનો પણ રાફડો ફાટયો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓથી ઉભરાઈ રહી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1,541 દર્દીઓને સારવાર આપવી પડી છે, મોટા ભાગના દર્દીઓની ફરિયાદ રહી છે કે, ખાંસી લાંબો સમય સુધી મટતી નથી.
સોલા સિવિલમાં 10 શંકાસ્પદ કેસમાંથી ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે કે, છેલ્લા બે સપ્તાહમાં શરદી, તાવ, ખાંસી સહિતના વાયરલ ઈન્ફેક્શનના 2,757 દર્દીઓ નોંધાયા છે, આ ઉપરાંત ડેન્ગ્યૂના લક્ષણો સાથે 67 જેટલા દર્દીઓને સારવાર અપાઈ છે, જોકે એકેય રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. શહેરમાં સ્વાઈન ફલૂના કેસોએ પણ દેખાદીધી છે, આ સપ્તાહમાં સોલા સિવિલમાં 10 શંકાસ્પદ કેસમાંથી ત્રણના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.