ટ્રેન્ડિંગનેશનલ

ભારતીય રેલવેએ લોન્ચ કરી નવી એપ: પ્લેટફોર્મ ટિકિટથી લઈને રિઝર્વેશન સુધીની તમામ સુવિધા અહીંથી મળશે

Text To Speech

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2025: રેલ મંત્રાલય તરફથી એક નવું સુપર એપ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનું નામ SwaRail છે. પેસેન્જર્સ આ એપ પર રેલવે તરફથી મળતી તમામ સર્વિસને એક્સેસ કરી શકશે. ભારતીય રેલના આ ન્યૂ સુપર એપને Centre for Railway Information Systems (CRIS) એ ડેવલપ કર્યું છે અને હાલમાં તે Play Store પર બીટા પ્રોગ્રામમાં છે.

રેલવેનું આ સુપર એપ હાલ સર્વિસને આપવાનું કામ કરશે, જે હજુ અલગ અલગ એપથી મળી રહી છે. તેની મદદથી રિઝર્વેશન અને અનિરિઝર્વ્ડ ટિકિટનું બુકીંગ કરી શકશે. અહીંથી પ્લેટફોર્મ ટિકિટ, પાર્સલ બુકિંગ અને PNRની પણ જાણકારી મળશે. જો કે આ એપ બાદ IRCTC એપ બંધ કરી દેવામાં આવશે કે આગળ પણ તે ચાલું રહેશે, તેના વિશે હાલમાં કોઈ સત્તાવાર જાણકારી નથી આવી.

રેલવેના આ સુપર એપમાં આ સુવિધાઓ મળશે

  • રિઝર્વેશન ટિકિટ બુકિંગ
  • અનરિઝર્વ્ડ ટિકિટ
  • પ્લેટફોર્મ ટિકિટ
  • પાર્સલ બુકિંગ
  • PNR જાણકારી
  • ફુડ ઓર્ડર અને ફરિયાદ વગેરે…

મદદ માટે મળશે ટ્રાવેલ આસિસ્ટેંટ

રેલવેના આ ન્યૂ સુપર એપ અંતર્ગત યુઝર્સને ટ્રાવેલ આસિસ્ટેંટ ફીચર પણ મળશે. જેમાં સિંગલ સાઈન ઓન ઓનબોર્ડિંગ અને રેલવે પેસેન્જર્સને કેટલાય પ્રકારની સુવિધાઓ જોવા મળશે.

હાલમાં કેવી રીતે ડાઉનલોડ કરી શકશો

રેલવેના આ સુપરને જો આપ પણ ડાઉનલોડ કરવા માગો છો તો આપને જણાવી દઈએ કે, તે હાલમાં બીટા ટેસ્ટિંગમાં છે. રિપોર્ટ્સ અનુસાર, Android અને App Store પર બીટા ટેસ્ટિંગના સ્લોટ્સ ફુલ થઈ ચુક્યા છે. જો કે આ સ્ટેબલ વર્ઝનમાં ક્યારે લોન્ચ થશે, તેની કોઈ સત્તાવાર જાણકારી નથી આવી.

આ પણ વાંચો: ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો; ચેકડેમમાં મૂર્તિ વિસર્જન દરમિયાન બે યુવાન ડૂબ્યા

Back to top button