ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

રાજકોટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મેળવી ઈતિહાસની સૌથી મોટી જીત

  • આયર્લેન્ડનો 304 રને પરાજય થયો
  • 436 રનના ટાર્ગેટ સામે આયરિશ ટીમ માત્ર 131 રન જ બનાવી શકી

રાજકોટ, 15 જાન્યુઆરી : સ્મૃતિ મંધાનાની કપ્તાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બુધવારે (15 જાન્યુઆરી) ઈતિહાસ રચ્યો છે. ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં આયર્લેન્ડનો 304 રને પરાજય થયો હતો. મહિલા ક્રિકેટમાં આ એક મોટો રેકોર્ડ છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય મહિલા ટીમે ODI ક્રિકેટમાં 300 કે તેથી વધુ રનના માર્જિનથી જીત મેળવી છે. આ પહેલા ભારતીય ટીમના નામે 249 રનના માર્જીનથી જીતનો રેકોર્ડ હતો, જે તેણે 2017માં આયર્લેન્ડ સામે નોંધાવ્યો હતો.

ભારતીય મહિલા ટીમે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે

આ જીત સાથે ભારતીય ટીમે આ ODI શ્રેણીમાં આયર્લેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. આ ત્રીજી મેચમાં, ભારતીય ટીમે 5 વિકેટે 435 રન બનાવ્યા, જે ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો સર્વોચ્ચ ODI સ્કોર છે (પુરુષ અને મહિલા બંને). પુરૂષો કે મહિલા વનડે ક્રિકેટમાં અગાઉનો રેકોર્ડ 2011માં ઈન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય પુરુષ ટીમે બનાવ્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે 418/5નો સ્કોર બનાવ્યો હતો. ODIમાં મહિલા ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. તેણે આ રેકોર્ડ વર્ષ 2018માં આયર્લેન્ડ સામે બનાવ્યો હતો.

મહિલા વનડેમાં 400થી વધુનો સ્કોર

491/4 – NZ-W vs IRE-W, ડબલિન, 2018
455/5 – NZ-W vs PAK-W, ક્રાઈસ્ટચર્ચ, 1997
440/3 – NZ-W vs IRE-W, ડબલિન, 2018
435/5 – IND-W vs IRE-W, રાજકોટ, 2025
418 – NZ-W vs IRE-W, ડબલિન, 2018
412/3 – AUS-W vs DEN-W, મુંબઈ, 1997

મંધાનાએ 70 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી

ત્રીજી વનડેમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 435 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ સામેની આ સિરીઝમાં હરમનપ્રીત કૌરની જગ્યાએ કેપ્ટનશીપ કરી રહેલી સ્મૃતિ મંધાનાએ 70 બોલમાં સદી ફટકારી હતી. આ રીતે, તેણે મહિલા વનડે મેચોમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારી, આ તેની 10મી સદી હતી.

મંધાનાએ મહિલા વનડે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદી ફટકારવાનો હરમનપ્રીત કૌરનો રેકોર્ડ તોડ્યો હતો. સ્મૃતિ મહિલા વનડેમાં 10 કે તેથી વધુ સદી ફટકારનારી ચોથી ક્રિકેટર પણ બની છે. મંધાનાએ મેચમાં 80 બોલમાં 135 રન બનાવ્યા હતા, જેમાં તેણે 7 સિક્સ અને 12 ફોર ફટકારી હતી.

આ રીતે ભારતીય ટીમે આ મેચ 304 રને જીતી લીધી હતી

આ પહેલા હરમનપ્રીત કૌરે ગયા વર્ષે બેંગલુરુમાં સાઉથ આફ્રિકા સામે 87 બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં મંધાના સિવાય ઓપનર પ્રતિકા રાવલે પણ 129 બોલમાં 154 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 20 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. પ્રતિકાની આ પ્રથમ વનડે સદી હતી.

436 રનના ટાર્ગેટના જવાબમાં આયરિશ ટીમ 31.4 ઓવરમાં માત્ર 131 રન જ બનાવી શકી અને ધ્વસ્ત થઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમે આ મેચ 304 રનના માર્જીનથી જીતી લીધી હતી. ભારતીય ટીમ તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. તનુજા કંવરને 2 સફળતા મળી હતી. જ્યારે તિતાસ સાધુ, સયાલી સાતઘરે અને મીનુ મણીએ 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો :- ગેરકાયદે વિદેશ પ્રવાસ કરનાર અમદાવાદના 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરતાં DGP વિકાસ સહાય

Back to top button