કરીમ બેન્ઝેમા બે વખત પેનલ્ટી ચૂક્યો છતાં રીયલ મેડ્રિડની 3-1થી જીત, ટાઇટલ તરફ અર્ગેસર


ફ્રેન્ચ સ્ટ્રાઈકર કરીમ બેન્ઝેમા બુધવારે ઓસાસુના સામે બીજા હાફમાં સતત બે પેનલ્ટી ચૂકી ગયો હતો. તેમ છતાં રિયલ મેડ્રિડ 3-1થી જીત સાથે સ્પેનિશ લીગ ટાઇટલ તરફ આગળ વધ્યું છે. છેલ્લી 11 મેચની વાત કરીએ તો આ બીજી વખત છે જ્યારે બેન્ઝેમા ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેની પાસે મેચની 52મી અને 59મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરવાની શાનદાર તક હતી, પરંતુ બેન્ઝેમા આનો લાભ ઉઠાવી નહોતો શક્યો.
મેડ્રિડના એટલાટિકો કરતાં 17 પોઈન્ટ વધુ
મેડ્રિડનો સ્ટ્રાઈકર 25 ગોલ સાથે લીગનો ટોપ સ્કોરર છે અને તેણે તમામ સ્પર્ધાઓની છેલ્લી 10 મેચોમાં 15 ગોલ કર્યા છે. આની સાથી જોવા જઈએ તો ફ્રેન્ચ ખેલાડીની હેટ્રિક અને નિર્ણાયક ગોલે મેડ્રિડને ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલમાં પહોંચાડવામાં મદદ કરી છે.
અત્યારે રિયલની ટીમ બીજા સ્થાને રહેલી એટ્લેટિકો મેડ્રિડ કરતાં 17 પોઈન્ટ આગળ છે અને નંબર-1 પોઝિશન પર કબજો કરીને બેઠી છે. જોકે હજુ પણ બંને ટીમોએ પાંચ-પાંચ મેચ રમવાની છે. તે જ સમયે, બાર્સેલોના 18 પોઈન્ટ પાછળ છે પરંતુ તેની પાસે હજુ સાત મેચ રમવાની તક છે. એટલે કે તે મેડ્રિડને પછાડી આગળ વધી શકે છે.
ઓસાસુનાના ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન
ઓસાસુના સામેની મેચમાં મેડ્રિડના ડિફેન્ડર ડેવિડ અલાબાએ 12મી મિનિટે પ્રથમ ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. જોકે, 13મી મિનિટે ઓસાસુનાના એન્ટે બુડમારે ગોલ કરીને સ્કોર બરાબરી પર લાવી દીધો હતો. તેવામાં મેડ્રિડના ફોરવર્ડ માર્કો એસેન્સીકોએ હાફ ટાઈમમાં મેચ સમાપ્ત થાય તેની પહેલા 45મી મિનિટે લીડ બમણી કરીને જીતનો પાયો નાંખી દીધો હતો.
બીજો હાફ મેડ્રિડ માટે ખરાબ સપના સમાન
મેડ્રિડને બીજા હાફમાં ઘણી તકો મળી પરંતુ ટીમ ગોલ કરી શકી નહોતી. તે જ સમયે, ઓસાસુનાના ખેલાડીઓએ પણ બીજા હાફમાં સારું પ્રદર્શન કરી ડિફેન્સને સ્ટ્રોંગ રાખ્યું હતું. જોકે આનો કંઈ ફાયદો થયો નહીં અને ઈન્જરી ટાઈમમાં લુકાસે વિનિંગ ગોલ મારી મેડ્રિડને જિતાડી દીધી હતી.