

ગાંધીનગરઃ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે વિધિવત રીતે વિધાનસભાના અધ્યક્ષને નીમાબેન આચાર્યને રાજીનામું આપ્યું હતું. મહત્ત્વનું છે કે, અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જોડાવવાના છે.
કોંગ્રેસથી નારાજ કોટવાલ ભાજપમાં જશે
ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે અખાત્રીજના દિવસે 500 થી વધુ ટેકેદારો સાથે કમલમ પહોંચી ભાજપમાં જોડાનાર હોવાની આધિકારીક પુષ્ટિ થઈ ગઈ છે. ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના દોઢ દાયકાથી સક્રિય કોંગી ધારાસભ્ય અશ્વિન કોટવાલ સાથે સ્થાનિક અને પ્રદેશની કોંગ્રેસ દ્વારા અવારનવાર માનહાનિ થાય તેવી સ્થિતિ પેદા કરાયા બાદ છેલ્લા એકાદ વર્ષથી અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હોવાની અટકળો વહેતી થઈ હતી.
કોંગ્રેસથી નારાજ અશ્વિન કોટવાલ ભાજપના સહારે
એકાદ વર્ષથી ધારાસભ્યની લાગણીને પ્રદેશ મોવડી મંડળે પણ ન્યાય ન આપ્યો જેની તકનો લાભ ઉઠાવી ભાજપે નિશાન સાધી લીધું હતું. આજે 500 થી વધુ કોંગી અગ્રણીઓ સાથે સવારે સી.આર.પાટીલની હાજરીમાં વિધિવત ભાજપ પ્રવેશ કરશે.