એવોકાડોના સાત ફાયદા જાણી લોઃ આજે જ કરશો ડાયટમાં સામેલ
- આ સીઝનમાં મળી રહેશે એવોકાડો
- અદ્ભૂત છે આ ફળના ફાયદા
- વેઇટલોસમાં પણ કરશે મદદ
એવોકાડો આરોગ્ય માટે ખૂબ જરૂરી ફળ છે, પરંતુ સામાન્ય રીતે તે સાધારણ માર્કેટમાં અવેઇલેબલ હોતા નથી. તમારે તેને ખરીદવા માટે સુપરમાર્કેટ જવુ પડે છે. તેને ખરૂદવું બધાના બજેટમાં સામેલ પણ હોતુ નથી. તમે એવોકાડોને અત્યારે સરળતાથી ફળની લારીઓ પર ખરીદી શકો છો. તે અત્યારે સફરજનના ભાવમાં મળી રહેશે. જાણો આ હેલ્ધી ફ્રુટ્સ ખાવાના ફાયદા શું છે. આમ તો બધા ફળની જેમ તે પણ ફક્ત સીઝનમાં જ મળે છે અને સીઝનલ ફળ ખાવા આરોગ્ય માટે ફાયદાકારક છે. જો તમે આ ફળના હેલ્થ બેનિફિટ્સથી અજાણ્યા હો તો જાણી લો તેમાં ભરપૂર ન્યુટ્રિશન છે. તે વેઇટલોસથી લઇને પ્રેગનન્સીમાં પણ ફાયદો કરે છે. જાણી લો એવોકાડોના સાત ફાયદા
ગટ હેલ્થ માટે ફાયદાકારક
એવોકાડોમાં ખૂબ જ ફાઇબર હોય છે. તે ડાઇજેસ્ટિવ સિસ્ટમ માટે જરૂરી છે. તે આંતરડામાં હેલ્ધી બેક્ટેરિયા ઉત્પન્ન થવામાં મદદ કરે છે. તેનાથી ડાઇજેશન સરળ થાય છે.
એન્ટી-ઑકિસડન્ટથી હોય છે સમૃદ્ધ
કેટલાક પોષકતત્વો ચરબીમાં દ્રાવ્ય હોય છે. તેનો અર્થ એ છે કે, તમારે તેને ચરબી સાથે લેવું જોઈએ જેથી તમારું શરીર તેને યોગ્ય રીતે શોષી શકે. એવોકાડો કેરોટીનોઈડથી ભરપૂર હોય છે અને તેમાં લાઈકોપીન અને બીટા કેરોટીન જેવા એન્ટીઓક્સીડેન્ટ પણ સામેલ હોય છે.
હૃદય રોગનું જોખમ ઘટાડે છે
એવોકાડોમાં ફેટની માત્રા હોય છે, પરંતુ તે હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક છે. દરરોજ એક એવોકાડો ખાવાથી LDL કોલેસ્ટ્રોલનું સ્તર નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આ ફ્રુટમાં વિટામિન્સ, મિનરલ્સ, હેલ્ધી ફેટ અને ફાઇબર હોય છે જે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે.
બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે
એવોકાડો હાર્ટ પ્રોટેક્ટ કરનારા સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે. બેડ કોલેસ્ટ્રોલ ધમનીઓની દિવાલોમાં પ્લાક જમા કરી દે છે, જેના કારણે લોહીનો સપ્લાય રોકાઇ જાય છે. તે હાર્ટ હેલ્થ માટે યોગ્ય નથી.
સોજાના ઘટાડે છે
એવોકાડોમાં એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી ઓક્સિડન્ટ ગુણો હોય છે. સાથે વિટામીન સી, ઇ અને કેરોટેનોઇડ જેવા તત્વ મળી આવે છે. તે શરીરને હેલ્ધી રાખી તમામ પ્રકારના સોજાને ઘટાડે છે.
વેઇટ ઘટાડવામાં કરે છે મદદ
જો તમે વેઇટ લુઝ કરવાની કોશિશ કરી રહ્યા હો તો એવોકાડોને ડાયટમાં ચોક્કસ સામેલ કરો. ન્યુટ્રિશનથી ભરપૂર આ ફ્રુટથી પેટ તો ભરાઇ જાય છે, પરંતુ ફાઇબરની સાથે સાથે અન્ય જરૂરી વિટામીન્સ પણ મળે છે. તમારે ઓવરઇટિંગ કરવાની જરૂર પડતી નથી અને તમને વેઇટ લોસમાં મદદ મળે છે.
પ્રેગનન્સીમાં ફાયદાકારક
પ્રેગનન્ટ મહિલાઓ અને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓ માટે એવોકાડો ફાયદાકારક છે. તેમાં ફોલેટ, પોટેશિયમ અને વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. તેથી પ્રેગનન્સીમાં થનારા કોમ્પ્લિકેશન્સથી બચવામાં મદદ મળે છે.
આ પણ વાંચોશું તમે ત્વચાની એલર્જીથી પરેશાન છો ? જાણો એક દવા જે છે અનેક રોગનો ઉપાય