ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભમાં હાડ થિજવી નાખતી ઠંડી: સ્નાન બાદ નેતા-સંત સહિત 3ના મૃત્યુ, 3 હજાર લોકો બીમાર પડ્યા

Text To Speech

પ્રયાગરાજ, 15 જાન્યુઆરી 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025 સોમવારથી શરુ થઈ ગયો છે. તેમાં કરોડો લોકો આસ્થા સાથે જોડાઈ રહ્યા છે. તો વળી મહાકુંભમાં હાડ થિજવી નાખતી ઠંડી પણ જોવા મળી રહી છે. શાહી સ્નાન બાદ ત્રણ લોકોના મોતના સમાચાર મળ્યા છે, જ્યારે 3 હજારથી વધારે લોકો બીમાર પડ્યા છે.

તબિયત ખરાબ થતાં શરદ પવારની પાર્ટીના નેતાને પણ સવારે 8.30 કલાકે કેન્દ્રીય હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે, જેઓ સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમ ગયા હતા, જ્યા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેની સાથે જ કોટા રાજસ્થાનના એક વ્યક્તિ સુદર્શન સિંહ પંવારનું પણ મૃત્યુ થયું છે. સુદર્શન સિંહ પણ પોતાના દોસ્તો સાથે મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. સ્નાન બાદ તબિયત ખરાબ થતાં દોસ્તોએ તેમને કેન્દ્રીય હોસ્પિટલ ઝૂંસીમાં લઈ ગયા હતા. કાર્ડિયક અરેસ્ટ હોવાના કારણે તેમના મૃત્યુની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમના મૃત્યુનું કારણ સામે આવશે. આ ઉપરાંત 85 વર્ષના અર્જૂન ગિરીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રસ્તામાં તેમને દમ તોડી દીધો હતો.

ડોક્ટર્સે શું આ ઘટનાઓ પર શું કહ્યું?

કેન્દ્રીય હોસ્પિટલના મુખ્ય ચિકિત્સા અધિકારી ડો. મનોજ કૌશિકે જાણકારી આપતા કહ્યું કે, 13 જાન્યુઆરી 2025ના રોજ લગભગ 3 હજારથી વધારે લોકો સારવાર માટે ઓપીડીમાં આવ્યા હતા. તેમાંથી 262 દર્દીને દાખલ કર્યા હતા, જ્યારે 37 દર્દીને ગંભીર હાલત જોતા બીજી હોસ્પિટલમાં મોકલ્યા છે. આ લોકોને મેળા વિસ્તાર ઝૂંસી અને અરૈલ હોસ્પિટલથી એસઆરએનમાં રેફર કર્યા છે.

તેમણે આગળ જણાવ્યું કે, 650 દર્દીની તપાસ કરી છે. કેન્દ્રીય હોસ્પિટલમાં રાતના 8 વાગ્યાથી 20 દર્દી દાખલ થયા હતા. તેમાંથી અમુક શ્રદ્ધાળુ તો ફાયર વિભાગના કર્મચારી હતા. મેળા વિસ્તારમાંથી કેન્દ્રીય હોસ્પિટલ અને એસઆરએન હોસ્પિટલની વચ્ચે એમ્બ્યુલન્સની અવરજવર સવારથી લઈને રાત સુધી ચાલું રહી હતી.

આ પણ વાંચો: મહાકુંભમાં સ્નાન કરતી વખતે NCP નેતાને હાર્ટ એટેક આવ્યો, ત્રિવેણી સંગમ પર થયું મૃત્યુ

Back to top button