ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી ઓઈલ ફ્રી વાનગીઓ, ટ્રાય કરો કંઈક નવું

  • હેલ્થ કોન્શિયસ લોકો માટે હેલ્ધી અને ટેસ્ટી ઓઈલ ફ્રી વાનગીઓ અને એ પણ એકદમ નવી, રેસિપી અહીં શેર કરવામાં આવી છે. તેમાંથી કંઈક તો આજે જ બનાવી દેજો

HD ન્યુઝ ડેસ્કઃ જો તમે હેલ્થ કોન્શિયસ હશો તો બની શકે કે તમે ઘણી મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ નહીં ખાતા હો, કારણકે તેમાં અનહદ તેલનો યુઝ કરવામાં આવે છે, પરંતુ એવું કોણે કહ્યું કે સ્વાદિષ્ટ વાનગીઓ ફક્ત ફ્રાઈડ અને સ્પાઈસી વસ્તુઓ જ હોઈ શકે છે. તમે હેલ્ધી હોવા છતાં પણ ટેસ્ટી હોય તેવી ઘણી રેસિપી ઘરે જ બનાવીને તમારા ટેસ્ટના ક્રેવિંગને શાંત કરી શકો છો. જાણો કેટલીક એવી વાનગીઓ વિશે જેમાં તેલનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. તમે કોઈપણ ચિંતા વગર તેનો આનંદ લઈ શકો છો.

અળવી ચાપ

સામગ્રી: અળવી (અરબી)-500 ગ્રામ, મકાઈનો લોટ-1 ચમચી, આદુની પેસ્ટ-1 ચમચી, બારીક સમારેલા લીલા મરચા-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લાલ મરચું પાવડર-1/4 ચમચી, આમચૂર પાવડર-1/ 4 ચમચી, ગરમ મસાલો – 1/4 ચમચી.

રીત: અળવીને ઉકાળો, પછી તેને છોલીને મેશ કરો. છૂંદેલી અળવીમાં બધી સામગ્રી મિક્સ કરો. તૈયાર મિશ્રણને ચાપ કે ચોપ્સનો આકાર આપો. હવે ચાપને નોન-સ્ટીક પેનમાં ધીમી આંચ પર બંને બાજુથી દબાવીને ધીમા તાપે પકાવો. આદુ, કોથમીર નાખીને લીલી ચટણી સાથે સર્વ કરો.

ટોફુ પાલક

સામગ્રીઃ પાલક-500 ગ્રામ, ટોફુ-200 ગ્રામ, ફેંટેલુ દહીં-1 કપ, બારીક સમારેલ આદુ-1 ચમચી, સમારેલાં લીલાં મરચાં-2 ચમચી, લાલ મરચાંનો પાવડર-અડધી ચમચી, ધાણા પાવડર-1 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, જીરું-અડધી ચમચી, મીઠો સોડા-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ.

રીત: સૌપ્રથમ ટોફુને તમે ઈચ્છો તેવા ટુકડા કરી લો. પાલકને સારી રીતે ધોઈ, સોડા નાખીને ઉકાળો. તેનાથી પાલકનો રંગ લીલો જળવાયેલો રહેશે. બાફેલી પાલકને ઠંડી કરીને મિક્સરમાં પીસી લો. હવે એક નોન-સ્ટીક પેનમાં ફેંટેલું દહીં, મેશ કરેલી પાલક, મીઠું, આદુ, લીલાં મરચાં અને બધા મસાલા ઉમેરીને સતત હલાવતા રહી મધ્યમ તાપ પર પકાવો. પાલકનું પાણી સુકાઈ જાય એટલે ટોફુના ટુકડા ઉમેરો. થોડું વધારે પકાવો, ઓઈલ ફ્રી ટોફુ-પાલક તૈયાર છે.

આ પણ વાંચોઃ રોજ રાતે સૂતા પહેલા પીવો ગોળવાળું દૂધ, પાંચ ગજબના ફાયદા થશે

ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી ઓઈલ ફ્રી વાનગીઓ, ટ્રાય કરો કંઈક નવું hum dekhenge news

ઓનિયન ટિક્કી

સામગ્રી: બારીક સમારેલી ડુંગળી – 1 કપ, બાફેલા બટાકા – 2 કપ, બારીક સમારેલા લીલા મરચા – 1 નંગ, બારીક સમારેલા આદુ – 1 ચમચી, બારીક સમારેલું લસણ – પા ચમચી, પીસેલું લાલ મરચું – પા ચમચી, આમચૂર પાવડર-પા ચમચી, જીરું-અડધી ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ.

રીત: મેશ કરેલા બટાકા સિવાયની બધી સામગ્રીને એક પેનમાં નાંખીને ડુંગળીને ધીમા તાપે ગુલાબી રંગની થાય ત્યાં સુધી હલાવતા રહો. તૈયાર છે ડુંગળીનો મસાલો. હવે બટાકામાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને લીંબુ જેવા શેપના બોલ્સ બનાવો. તેને હથેળી પર ફેલાવો, ડુંગળીનો મસાલો ઉમેરો અને પેટીસનો આકાર આપો. તેને મધ્યમ આંચ પર નોન-સ્ટીક તવા પર બેક કરો, તેને ક્યારેક-ક્યારેક ફેરવો, જ્યાં સુધી તે ગોલ્ડન ન થાય. ગરમાગરમ ઓઈલ ફ્રી ઓનિયન ટિક્કીને ટામેટાની ચટણી સાથે સર્વ કરો.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

આ પણ વાંચોઃ ઘીમાં રોસ્ટ કરેલા મખાના છે હેલ્થ અને સ્વાદનો ખજાનો, જાણો શું છે ફાયદા?

પનીર બ્રેડ દહીં વડા

સામગ્રીઃ બ્રેડ સ્લાઈસ-4, ફેંટેલું તાજું દહીં-300 ગ્રામ, છીણેલું પનીર-100 ગ્રામ, શેકેલી મગફળી-2 ચમચી, કાળા મરીનો પાવડર-અડધી ચમચી, બારીક સમારેલા લીલા મરચા-2, છીણેલું આદુ,બારીક સમારેલી કોથમીર – 1 ચમચી, લાલ મરચું પાવડર – અડધી ચમચી, મીઠું – સ્વાદ મુજબ, શેકેલું જીરું પાવડર -અડધી ચમચી, આંબલીની ચટણી, લીલી ચટણી

રીત: છીણેલા પનીરમાં લીલા મરચાં, આદુ, લીલા ધાણા, મગફળી, કાળા મરી અને થોડું મીઠું સારી રીતે મિક્સ કરીને 4 બોલ બનાવો. બ્રેડની સ્લાઈસ પર થોડું પાણી લગાવો. દરેક પર 1 પનીર બોલ મૂકો, તેને બંધ કરો અને મોટો આકાર આપો. તૈયાર કરેલા વડાઓને સર્વિંગ પ્લેટમાં મૂકો અને તેના પર કોરું દહીં નાખો. પછી તેમાં આમલીની ચટણી, લીલી ચટણી, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું અને શેકેલું જીરું પાવડર નાખી સર્વ કરો.

આ પણ વાંચોઃ ઠંડીનું સુપરફુડ છે બ્રોકલી, આ રેસિપીથી બનાવો ટેસ્ટી સુપ

 

Back to top button