

ગાંધીનગરઃ સતત ત્રણ વખત મોકુફ રહ્યા પછી છેવટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્ક, સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા શાંતિપૂર્વક પૂર્ણ થઈ. એકંદરે પ્રશ્નપત્ર થોડું અઘરું હતું પણ જે વિદ્યાર્થીઓએ તૈયારી કરી હતી તેમણે પ્રશ્નપત્ર સહેલું હોવાનો મત પણ વ્યકત કર્યો હતો.
62 ટકા ઉમેદવારો હાજર રહ્યા
રાજ્યના 33 જિલ્લામાં લેવાયેલી પરીક્ષા આપવા 10,45,459 ઉમેદવારો પૈકી 6 લાખ જેટલા ઉમેદવારોએ કૉલ લેટર ડાઉનલોડ કરીને પરીક્ષા આપવાની તૈયારી કરી હતી. જોકે પરીક્ષામાં માત્ર 4,01,423 ઉમેદવાર (38%) જ હાજર રહ્યા. એટલે કે આશરે 62 ટકા ઉમેદવાર ગેરહાજર રહ્યા. પરીક્ષા ખંડમાંથી બહાર આવતા જ ઉમેદવારોના ચહેરા પર થોડી ચિંતા જણાતી હતી કે પ્રશ્નપત્ર ફૂટ્યું ના હોય.
શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ
ઉમેદવારોએ બહાર આવીને એક જ પ્રશ્ન પૂછતા કે, બીજા બધા કેન્દ્રો પર પ્રશ્નપત્ર ફૂટ્યું નથી ને? કોઈ ગરબડ તો નથી થઈ ને? ઉમેદવારોની આ ચિંતા સ્વાભાવિક હતી પણ એકંદરે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થતા તંત્ર અને ઉમેદવારોએ રાહતની લાગણી અનુભવી હતી.