

જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ‘ગ્લોબલ સેન્ટર ફોર ટેડ્રિશનલ મેડિસિન’નું ખાતમૂર્હુત કરવા આવી રહ્યા છે. જેને લઇને તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. અંદાજે 5.20 વાગ્યા સુધી પ્રધાનમંત્રી જામનગરમાં જ રોકાણ કરવાના છે.
સંભવિત ટાઇમલાઇન
- બપોરે 1.15 વાગ્યે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિમાન એરફોર્સ સ્ટેશને આવશે
- બપોરે 1.20 વાગ્યે – એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવશે
- બપોરે 1.30 વાગ્યે – એરપોર્ટથી મહાકાળી સર્કલ સુધી રોડ શો
- બપોરે 1.40 વાગ્યે – પાયલોટ બંગલા ખાતે જામનગરના રાજવી જામ સાહેબ શત્રુશલ્ય સાથે ખાસ મુલાકાત
- બપોરે 2.10 વાગ્યે – સર્કિટ હાઉસમાં ભોજન લેશે, આગેવાનો સાથે બેઠક કરવાની સંભાવના
- બપોરે 3.30 વાગ્યે – આયુર્વેદ રિચાર્જ સેન્ટરનું ખાતમૂર્હુત કરશે, કાર્યક્રમની શરૂઆત
- બપોરે 5.20 વાગ્યે – વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાફલો ગોરધન પરથી પરત રવાના થશે