ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ સાથે કરશે મુલાકાત, આ તારીખે બંને દિગ્ગજ નેતા મળશે

Text To Speech

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી 2025: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના બે દિવસીય પ્રવાસે જશે. જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરશે. આ મામલામાં જાણકારી રાખનારા લોકોએ સોમવારે આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, પ્લાન અનુસાર, પીએમ મોદી પેરિસની પોતાની બે દિવસીય યાત્રા ખમ કર્યા બાદ વોશિંગટન ડીસી જશે.

ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટે રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ પ્રધાનમંત્રી મોદીની અમેરિકાની આ પ્રથમ દ્વિક્ષીય યાત્રા હશે. ટ્રમ્પ પ્રશાસનના બીજા કાર્યાકળ માટે સત્તામાં આવ્યાના થોડા જ અઠવાડીયાની અંદર દ્વિપક્ષીય યાત્રા પર વોશિંગટન ડીસી જનારા પીએમ મોદી અમુ ગણ્યા ગાંઠ્યા વિદેશી નેતાઓમાં સામેલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીની સાંજે ફ્રાન્સથી એઆઈ સંમેલનમાં ભાગ લઈને અમેરિકા પહોંચવાની આશા છે. તેઓ 14 ફેબ્રુઆરી સુધી અમેરિકાની રાજધાનીમાં રહેશે. આ દરમ્યાન પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે 13 ફેબ્રુઆરીના રોજ મુલાકાતની સંભાવના છે. ટ્રમ્પ પીએમ મોદીના પ્રવાસ દરમ્યાન એક રાત્રિભોજનું પણ આયોજન કરી શકે છે.

બંને નેતાઓની વચ્ચે ખાસ ચર્ચા

હકીકતમાં જોઈએ તો, રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પહેલા ફોન કોલ બાદ કહ્યું હતું કે, પીએમ મોદી ફેબ્રુઆરીમાં વ્હાઈટ હાઉસની મુલાકાત લઈ શકે છે. ટ્રમ્પના કેનેડા, મેસ્કિકો અને ચીન પર લગાવવામાં આવેલા ટેરિફ બાદ બંને નેતાઓ વચ્ચે ચર્ચા વધારે ખાસ થઈ ગઈ છે.

આ પણ વાંચો: ત્રિપુષ્કર યોગમાં ફેબ્રુઆરી મહિનાનું પહેલું પ્રદોષ વ્રત, જાણો શુભ મુહૂર્ત

Back to top button