રાજકોટ ઈન્ચાર્જ CP ખુરશીદ અહેમદના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક
Cઇન્ચાર્જ પોલિશ કમિશનર ખુરશીદ અહેમદની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં બ્લેક સ્પોટ પર અકસ્માત નિવારણ માટે જરૂરી પગલાંઓ, બ્રિજ નિર્માણના પરિણામે વાહન ચાલકોને સુગમતા, ટ્રાફિક સિગ્નલનું ઓટોમાઇઝશન સહિતના મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ તકે મહાનગરપાલિકા દ્વારા શહેરના ટ્રાફિક સિગ્નલ વાહનોની સંખ્યાને આધારે ઓપરેટ થાય તે માટે તબક્કાવાર તેમનું ઓટોમાઇઝેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના પરિણામે વાહન ચાલકોના સમયમાં બચત થશે તેમ અધિકારી જણાવાયું હતું . પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા બ્રિજ નિર્માણની આસપાસ ટ્રાફિકને અડચણરૂપ વાહનો તેમજ રેકડી ધારકોને દૂર કરવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહ્યાનું ટ્રાફિક એ.સી.પી. એ જણાવ્યું હતું.
મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ઇન્ટીગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ સોફ્ટવેરમાં ગંભીર અકસ્માતોની પોલીસ સહીત સંબંધિત વિભાગ દ્વારા એન્ટ્રી કરવામાં આવશે. જેના થકી વિવિધ રિપોર્ટના આધારે અકસ્માતના પરિણામો જાણી શકાશે. આ તકે રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્મિત પુલ તેમજ રોડની કામગીરીના સ્થળે રોડ સેફટી સંબંધિત સાઈન બોર્ડ તેમજ ડાયવર્ઝન્સની સૂચના સંબંધી કરવામાં આવેલી કામગીરીની માહિતી અધિકારીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડી હતી.
રોડ સેફટી મિટિંગમાં નાયબ મ્યુ. કમિશનર એ.આર. સિંઘ, ડી.સી.પી. પ્રવિણકુમાર મીના, એ.સી.પી. ટ્રાફિક પોલીસ મલ્હોત્રા, રોડ સેફટી વિભાગના નિવૃત સી.ઈ.ઓ. જે.વી. શાહ, આર.ટી.ઓ. અધિકારી લાઠીયા, મહાનગરપાલિકા, એસ.ટી વિભાગ, હાઈ–વે ઓથોરિટી, પી.જી.વી.સી.એલ, એલ એન્ડ ટી, એન.એચ.આઈ.એ. સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.