ટ્રેન્ડિંગમનોરંજન

રોહિત શેટ્ટીની મકરસંક્રાંતિ ભેટઃ સિંઘમના સેટ પરથી શેર કર્યો વીડિયો

  • હાલમાં રોહિત શેટ્ટી ધમાકેદાર એક્શન ફિલ્મ સિંઘમ અગેઈનના શૂટિંગમાં વ્યસ્ત છે. અજય દેવગન સ્ટારર સિંઘમ અગેઈનને જોવા માટે ફેન્સ સુપર ક્રેઝી છે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ પોપ્યુલર ડિરેક્ટર રોહિત શેટ્ટી જબરજસ્ત એક્શન ફિલ્મો માટે જાણીતા છે. રોહિત શેટ્ટીની દરેક ફિલ્મોમાં તમને ઉડતી ગાડીઓ જોવા મળશે. હાલમાં રોહિત શેટ્ટી ધમાકેદાર એક્શન ફિલ્મ સિંઘમ અગેઈનના શૂટિંગમાં વ્યસ્ત છે. અજય દેવગન સ્ટારર સિંઘમ અગેઈનને જોવા માટે ફેન્સ સુપર ક્રેઝી છે. જો કે આ વચ્ચે રોહિત શેટ્ટીએ મકર સંક્રાતિના દિવસે ફિલ્મ સિંઘમ 3ના શૂટિંગની એક ઝલક બતાવીને ફેન્સને મોજ પાડી દીધી. રોહિત શેટ્ટીએ મકરસંક્રાતિની શુભેચ્છાઓ પાઠવતા એક ધમાકેદાર વીડિયો શેર કર્યો છે. જેમાં તમે હવામાં ઉડતી કારને સળગતી જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ત્રીજા પાર્ટની લોકોને આતુરતાથી રાહ

ફિલ્મ સિંઘમ ફેન્ચાઇઝીના ત્રીજા પાર્ટ માટે લોકો રાહ જોઇ રહ્યા છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ છે અને નિર્દેશકે એક પાવર પેક સ્ટંટની ઝલક શેર કરીને લોકોનું એક્સાઇટમેન્ટ વધારી દીધુ છે. રોહિત શેટ્ટી કારથી શૂટ કરતા જોવા મળી રહ્યા છે, જેમાં કાર આગમાં સળગતી દેખાઇ રહી છે. આ ફિલ્મમાં એક નહીં પરંતુ 6 સુપર સ્ટાર એક સાથે જોવા મળશે. ફિલ્મની કહાણી પહેલાંથી પણ વઘારે દમદાર અને મસાલેદાર હશે. દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, ટાઇગર શ્રોફ, અક્ષય કુમાર અને કરીના કપૂરનો લુક પહેલેથી સામે આવી ગયો છે. આ સાથે હવે અજય દેવગનનો પણ જોરદાર લુક જોવા મળી ગયો છે.

આ પણ વાંચોઃ ફાઈટરનું ટ્રેલર રીલીઝઃ દેશભક્તિના રંગમાં રંગી દેશે દીપિકા-ઋત્વિક

Back to top button