હિંમતનગર-વિજાપુર હાઇવે પાસે સ્કોર્પિયો પલટી: 2 વિદ્યાર્થીઓના થયા મૃત્યુ


સાબરકાંઠા, 4 ફેબ્રુઆરી: 2025: રાજ્યમાં દિવસે અને દિવસે અકસ્માતોના બનાવ વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર-વિજાપુર હાઈવે પર કાર પલ્ટાતા અકસ્માત સર્જયો છે. વિદાય સમારંભમાં હાજરી આપવા કેટલાક યુવાનો આ કારમાં આવ્યા હતા. જેમાં 2 વિદ્યાર્થીઓના કરૂણ મૃત્યુ થયા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 2 લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.
હિંમતનગર-વિજાપુર હાઇવે પર સતનગર નજીક આજે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સ્કૂલના 6 જેટલા વિદ્યાર્થીઓ સ્કોર્પિયો ગાડી લઇને જમવા જઇ રહ્યા હતા. પૂરપાટ ઝડપે જઇ રહેલા વિદ્યાર્થીઓએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર વીજપોલ સાથે અથડાઈ હતી અને 4 થી 5 ગુલાટી ખાઇજતાં આકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 12 ધોરણમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી અને 2 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બનાવના પગલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક વિદ્યાર્થીઓ હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો પોલીસે ગંભીર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો..એવું તો શું થયુ કે જાન ફરી પાછી? પોલીસે કરાવ્યું સમાધાન