12 ફેબ્રુઆરીએ સૂર્યનું કુંભમાં ગોચર, ચાર રાશિને મળશે તેના શુભ ફળ


- 12 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 10:03 કલાકે સૂર્યનું કુંભમાં ગોચર થશે. કુંભ રાશિમાં સૂર્યનું ગોચર તમામ 12 રાશિઓ પર અસર કરશે
HD ન્યુઝ ડેસ્કઃ ગ્રહોનો રાજા સૂર્ય ચોક્કસ સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય હાલમાં શનિની મકર રાશિમાં સ્થિત છે. 12 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 10:03 કલાકે સૂર્યનું કુંભમાં ગોચર થશે. કુંભ રાશિમાં સૂર્યનું ગોચર તમામ 12 રાશિઓ પર અસર કરશે. સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્રનો સંબંધ છે. આ રીતે સૂર્ય તેના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં સૂર્યનું ગોચર કેટલીક રાશિઓ માટે શુભ સાબિત થશે. આ રાશિના જાતકોના અંગત અને વ્યાવસાયિક જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. જાણો કઈ રાશિ માટે સૂર્યનું કુંભ રાશિમાં ગોચર શુભ સાબિત થશે.
1. મિથુન (ક,છ,ઘ)
મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર ફાયદાકારક સાબિત થશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારીઓને ફાયદો થશે. અટકેલા કામ પૂરા થશે. કામમાં આવતા અવરોધો સમાપ્ત થશે. સુખી જીવન જીવી શકશો
2. કર્ક (ડ,હ)
કર્ક રાશિના લોકો માટે સિંહનું કુંભ રાશિમાં ગોચર શુભ રહેશે. પારિવારિક સમસ્યાઓમાંથી મુક્તિ મળવાના સંકેતો છે. લવ લાઈફ સારી રહેશે. પ્રેમી-પ્રેમિકાની મુલાકાત થશે. તમે વ્યક્તિગત અને વ્યાવસાયિક મોરચે પ્રગતિ મેળવી શકો છો. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.
3. સિંહ (મ,ટ)
સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર સકારાત્મક પરિણામ આપશે. આવકમાં વૃદ્ધિ સાથે તમને પ્રમોશન મળી શકે છે. નવા પ્રેમનું આગમન થશે. સંબંધો સુધરશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. આત્મવિશ્વાસ વધશે.
આ પણ વાંચોઃ વસંત પંચમીના દિવસે કરો આ વસ્તુઓનું દાન, ઘરમાં ધન-ધાન્યમાં થશે વૃદ્ધિ
4. ધનુ (ભ,ધ,ફ,ઢ)
સૂર્ય ગોચર ધનુ રાશિના લોકો માટે શુભ દિવસો લાવશે. કરિયરમાં પ્રગતિના સંકેતો છે. તમને વ્યવસાયિક સફળતા મળશે. તમને તમારા જીવનસાથીનો સાથ મળશે. અણધાર્યા નાણાકીય લાભ પણ થઈ શકે છે.
સૂર્ય કુંભ રાશિમાં કેટલો સમય રહેશે
દ્રિક પંચાંગ અનુસાર સૂર્ય 14 માર્ચ, 2025ના રોજ ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે.
આ પણ વાંચોઃ ફેબ્રુઆરીમાં ત્રણ ગ્રહ ચાલ બદલશે, પાંચ રાશિઓને મળશે ખુશીઓની ભેટ