The Ba***ds of Bollywoodનું ટીઝર આઉટ, શાહરૂખે કહ્યું, મારા બાળકોને પ્રેમ આપજો

- નેટફ્લિક્સે આર્યન દિગ્દર્શિત પહેલા શો The Ba***ds of Bollywoodનું ટીઝર રિલીઝ કર્યું છે. શાહરૂખ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે
4 ફેબ્રુઆરી, મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન તેના આગામી શો સાથે દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે. તાજેતરમાં નેટફ્લિક્સે આર્યન દિગ્દર્શિત પહેલા શો The Ba***ds of Bollywoodનું ટીઝર રિલીઝ કર્યું છે. શાહરૂખ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં શાહરૂખ ખાન પોતાના અંદાજમાં નવા ડિરેક્ટરને ઠપકો આપતો જોવા મળે છે.
શાહરૂખ ખાન ડિરેક્ટર પર કેમ ગુસ્સે થયો?
આ આર્યનના પહેલા શોનો એનાઉન્સમેન્ટ વીડિયો છે. આ વીડિયો ક્લિપની શરૂઆતમાં શાહરૂખ જોવા મળે છે, જેમાં તેણે સંપૂર્ણ કાળા રંગનો પોશાક પહેર્યો છે. આ પછી શાહરૂખ કેમેરા સામે પોતાની અનોખી શૈલીમાં બોલવાનું શરૂ કરે છે અને કહે છે, ‘પિક્ચર તો સાલો સે બાકી હે, પરંતુ દિગ્દર્શક તેને અટકાવે છે અને સંવાદ અલગ રીતે બોલવાનું કહે છે.
View this post on Instagram
ત્યારબાદ શાહરુખ એક પછી એક સતત ટેક આપે છે, પરંતુ દિગ્દર્શક હજુ પણ ખુશ નથી. આ કારણે, શાહરૂખ દિગ્દર્શક પર ભડકે છે અને કહે છે, તેરે બાપ કા રાઝ હૈ ક્યા?’ આ પછી ડિરેક્ટરની ખુરશી પર બેઠેલો આર્યન ખાન તેના પપ્પાને હસતાં હસતાં જવાબ આપે છે અને ‘હા’ કહે છે. આના પર શાહરુખ બૂમો પાડવા લાગે છે અને કહે છે- ‘ચૂપ રહો!’ હવે, હું દિગ્દર્શન કરીશ અને તમે બધા જોશો અને શીખશો. અંતે શાહરૂખ તેના બોસ લુક સાથે તેના પુત્ર આર્યન ખાનના આગામી શોનું નામ જાહેર કરે છે. આ વીડિયો જ્યારથી રિલીઝ થયો છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યો છે.
શાહરૂખે પોતાના દીકરા માટે ચાહકોનો પ્રેમ માંગ્યો
The Ba***ds of Bollywoodની જાહેરાત બાદ શાહરૂખ ખાને પોતાના ચાહકોને વિનંતી કરી હતી અને કહ્યું હતું કે હું દિલથી ઈચ્છું છું કે મારો દીકરો, જે દિગ્દર્શનની દુનિયામાં પગ મૂકી રહ્યો છે અને મારી દીકરી, જે અભિનેત્રી બની રહી છે, તેને પ્રેમ અને આશીર્વાદ આપજો. જો મારા બાળકોને દુનિયા તરફથી મને મળેલા પ્રેમનો ૫૦ ટકા પણ ભાગ મળે, તો તે ખૂબ વધારે હશે.
આ પણ વાંચોઃ સૈફ અલી ખાન હુમલાની ઘટના બાદ કામ પર પાછો ફર્યો, ગરદન પર દેખાયા ઈજાના નિશાન