એરબસ બેલુગા અમદાવાદ એરપોર્ટ ઉપર ઇંધણ ભરવા રોકાયું હતું. આ વિશેષ પ્રકારનું કાર્ગો વિમાન અમદાવાદ એરપોર્ટ ઉપર સૌપ્રથમવાર આવ્યું હતું. જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર વિવિધ વિકાસ અને સગવડો વધી રહી છે ત્યારે આવા વિશિષ્ટ વિમાનોનું આવાગમન પણ વધે તેવી સંભાવના સેવાઈ રહી છે.
આજે અમદાવાદ એરપોર્ટ પર પહેલીવાર વ્હેલ માછલી જેવું દેખાતું એરબસ બેલુગા વિમાન ઉતર્યું હતું. મિડલ ઈસ્ટથી કોલકાતા જઈ રહેલું આ કાર્ગો વિમાન રિફ્યુલિંગ માટે અમદાવાદમાં ઉતર્યું હતું, જો કે આ મહાકાય વિમાનને જોઈને લોકોને પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ વિમાનના ડિઝાઈન માટે ઑનલાઈન પોલમાં કરાયો હતો. જેમા 20 હજાર લોકોએ વોટ કર્યા હતા. જોકે, આ હસતી વેલે ઈન્ટરનેટ પર પોતાનો જાદુ બતાવ્યો છે અને તેની તસ્વીરોને હજારો લાઈક્સ મળી હતી.