‘તારક મહેતા’ના આ ફેમસ એક્ટરની બિગ બોસમાં થશે એન્ટ્રી: અત્યાર સુધીની સૌથી મોટી રકમ થઈ ઓફર

મુંબઈ, 4 ઓકટોબર, સલમાન ખાનનો કોન્ટ્રોવર્સિયલ શો બિગ બોસ 18 ટૂંક સમયમાં કલર્સ ટીવી પર ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. મેકર્સે થોડા સમય પહેલા સીઝનનો પ્રોમો પણ શેર કર્યો હતો, જેણે ફેન્સને ખૂબ જ ઉત્સાહિત કર્યા હતા. ઓગસ્ટ મહિનામાં થયેલ Big Bossની season 3 પછીથી બિગ બોસનો ક્રેઝ વધી રહ્યો છે, જયારે હવે દરેક વક્તિ Big Boss 18ની રાહ જોઈ રહ્યા છે. જયારે ફેંસ Big Boss 18 કોણ રહેશે તે જાણવા માટે ચાહકો એક્સાઇટેડ છે. આ શોને લઈને સતત નવા અપડેટ્સ આવી રહ્યા છે. જ્યારે શોમાં ભાગ લેવાવાળા ઘણા વ્યક્તિઓના નામ બહાર આવી રહ્યા છે, જેમાં એક નામ ખુબ ચર્ચામાં છે. જે નામ સંભાળતા જ તમે પણ ખુશ થઈ જશો. જે ફેમસ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’નાં એક લોકપ્રિય ચહેરો છે.
ટીવીના સૌથી મોટા અને વિવાદાસ્પદ રિયાલિટી શો ‘બિગ બોસ’માં ભાગ લેવા માટે, મેકર્સ હંમેશા એવી સેલિબ્રિટીઝનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે જેઓ તે વર્ષે સમાચારમાં રહે છે. જો કે આમાંના ઘણા લોકોએ શરૂઆતમાં શોમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો, તેમ છતાં મેકર્સ આ સેલિબ્રિટીઓના નંબરને ‘હા’માં કન્વર્ટ કરવાના તમામ પ્રયાસો કરે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ આખરે સલમાન ખાનના શોમાં જોડાવા માટે રાજી થઈ ગયા છે. દયા બેનના ડાયલોગ્સ હોય કે તેના ગરબા, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ અનોખા પાત્ર વિશે બધું જ ખાસ છે. આ જ કારણ છે કે 7 વર્ષ પહેલા સિરિયલમાંથી ગાયબ થઈ ગયા હોવા છતાં લોકો આ પાત્રને યાદ કરે છે. હવે સમાચાર આવી રહ્યા છે દિશા વાકાણીએ બિગ બોસ 18 ઓફર કરવામાં આવી છે.
દયાબેનનું પાત્ર એટલું ઊંચું છે કે છેલ્લા 7 વર્ષથી આખા દેશમાં શોધખોળ કરવા છતાં અસિત મોદીને તેમના જેવી અભિનેત્રી મળી નથી. વર્ષોથી, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારો બિગ બોસના નિર્માતાઓની મોસ્ટ વોન્ટેડ સ્પર્ધકોની યાદીમાં ટોચ પર છે. જો કે અત્યાર સુધી આમાંથી કોઈ પણ કલાકારે આ શો માટે હા પાડી નથી. બિગ બોસ 18ના ઘરમાં પ્રવેશવા માટે દયા બેન એટલે કે દિશા વાકાણીને બિગ બોસ 18 ઓફર કરવામાં આવી છે. જ્યાં ઘણા ટીવી કલાકારો આખી જીંદગી કામ કરવા છતાં 65 કરોડ રૂપિયા કમાઈ શકતા નથી, ત્યાં દિશાએ તેને કલર્સ ટીવી દ્વારા આપવામાં આવેલ 65 કરોડ રૂપિયાની ઓફર સરળતાથી ફગાવી દીધી છે અને શોમાં જવાવો ઈન્કાર કરી દીધો છે.
આ છે કારણ
દિશાએ ‘બિગ બોસ’ જેવો શો કરવાનો ઇનકાર કરવાના ઘણા કારણો છે, જેમાંથી સૌથી મહત્વનું કારણ તેના બાળકો છે. દિશાના બાળકો હજુ ઘણા નાના છે. તેની મોટી પુત્રી 7 વર્ષની છે અને પુત્ર માત્ર 2 વર્ષનો છે. પોતાના બાળકોના કારણે તારક મહેતા જેવા હિટ શોથી દૂર રહેનાર ‘દયાબેન’ તેને છોડીને 3 મહિના સુધી બિગ બોસના ઘરમાં રહેવા બિલકુલ તૈયાર નથી.
જાણો કોણ થયું સિલેકટ?
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ આખરે સલમાન ખાનના શોમાં જોડાવા માટે રાજી થઈ ગયા છે. વાસ્તવમાં, આ પહેલા પણ અભિનેતા ગુરચરણ સિંહને બિગ બોસની ઓફર કરવામાં આવી છે. પરંતુ તે હંમેશા મેકર્સ સાથે મીટિંગ કરતો અને પૈસા વિશે ચર્ચા કરતો. મીટિંગ દરમિયાન ટીમ તરફથી સકારાત્મક સંકેતો પણ મળ્યા હતા, પરંતુ તેઓને કરાર પર હસ્તાક્ષર કરવા માટે ક્યારેય ફોન આવ્યો ન હતો. ગુરુચરણે બિગ બોસ ઓટીટી અને બિગ બોસ બંને શો માટે ટીમ સાથે ઘણી બેઠકો કરી છે. પરંતુ આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના શોમાં જવાની સંપૂર્ણ પુષ્ટિ થઈ ગઈ છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ‘રોશન સોઢી’ સલમાન ખાનના બિગ બોસમાં કેવું પરફોર્મ કરશે.
આ પણ વાંચો…થાર અને iPhone જીતવાની સોનેરી તક, Jacqueline Fernandezના આશિકની મોટી જાહેરાત












