રાજ્યના 25 IPS અધિકારીઓની બદલી, જૂઓ કોણ ક્યાં મુકાયા
ગાંધીનગર, 9 ડિસેમ્બર : રાજ્યના ગૃહ વિભાગે સોમવારે મોડી સાંજે રાજ્યના 25 IPS અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. જેમાં વરિષ્ઠ IPS ડો.શમશેરસિંઘ, IPS ડો.એસ.રાજકુમાર પંડિયાન, IPS અજયકુમાર ચૌધરી સહિતનાઓનો સમાવેશ થાય છે. હવે આ બદલીઓમાં વિસ્તારપૂર્વક વાત કરીએ તો, અમદાવાદ શહેરના ત્રણ આઇપીએસ અધિકારીઓની પણ બદલી થઈ છે. જ્યારે કેટલાક IPS અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં સેક્ટર 2ની ખાલી પડેલી જગ્યા જે છેલ્લા 8 મહિનાથી ચાર્જમાં ચાલતી હતી તે આ બદલીના પગલે ભરાઈ ગઈ છે. ત્યાર બાદ અમદાવાદ શહેરના ઝોન 1 અને ઝોન 2 DCPની બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત સિનિયર IPS અધિકારી ડો.શમશેરસિંઘની કોઈ સારી જગ્યાએ બદલી થશે તેવી ચર્ચાઓ હતી પરંતુ તેમને એન્ટી કરપ્શન બ્યૂરોમાં તે જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે તેમનો કાયદા અને વ્યવસ્થા વિભાગનો હવાલો ડો.એસ રાજકુમાર પાંડિયનને આપવામાં આવ્યો છે.
હવે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાંથી ઝોન 1 DCP હિમાંશું વર્મા અને ઝોન 2 DCP શ્રીપાલ શેસમાની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરના કંટ્રોલ DCP કોમલ વ્યાસની પણ બદલી કરવામાં આવી હોવાનું આ ઓર્ડર પરથી જાણવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં સ્પેશિયલ બ્રાન્ચના ADGP અજય ચૌધરીની વુમન સેલમાં બદલી કરવામાં આવી છે. જ્યારે તેમનો ચાર્જ વિધિ ચૌધરીને સોંપવામાં આવ્યો છે.
અહીં જૂઓ અધિકારીઓની બદલીની યાદી