ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં ભારે વંટોળના કારણે અનેક જગ્યાએ તબાહી, બિલ્ડિંગની દીવાલ પડતા 1 વ્યક્તિનું મૃત્યુ

નવી દિલ્હી, 12 એપ્રિલ 2025: દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે વંટોળ અને ભારે પવન સાથે તબાહી મચી ગઈ. રિપોર્ટ્સ અનુસાર, મધુ વિહારમાં 6 માળની ઈમારતની દીવાલ પડી ગઈ, જેમાં એક શખ્સનું મૃત્યુ થઈ ગયું અને 6 લોકો ઘાયલ થઈ ગયા. આ ઉપરાંત સરાય રોહિલ્લામાં ભારે વરસાદના કારણે ઝાડ પડવાથી હાહાકાર મચી ગયો અને એક કાર પણ ઝાડ નીચે દબાઈ ગઈ. ખરાબ હવામાનની વચ્ચે દ્વારકા એક્સપ્રેસવે પર એક વિશાળ સાીઝનેઝ કાર પર પડવાથી 2 લોકો ઘાયલ થઈ ગયા. અધિકારીઓએ તેના વિશે જાણકારી આપતા કહ્યું કે, કાર સાઈઝનેઝ નીચે ફસાઈ ગઈ અને તેમાં સવાર 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

‘ઘાયલોની ઓળખ થઈ શકી નથી’

વાહન ચાલકોએ કોઈક રીતે કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા. આ અકસ્માતને કારણે દ્વારકા એક્સપ્રેસ વે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ તૈનાત કરવી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોની ઓળખ હજુ સુધી થઈ નથી. તેમણે જણાવ્યું કે જ્યારે તે કામ પરથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત થયો અને તેની કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. તે જ સમયે, લોધી રોડ પર પણ જોરદાર વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલો છે. આ સમય દરમિયાન, રસ્તા પર મુસાફરી કરતા લોકોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.

‘બાલ્કની તૂટી પડતાં છોકરો ઘાયલ’

દરમિયાન, દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે શહેરમાં ધૂળના તોફાન દરમિયાન નવી બનેલી ઇમારતની બાલ્કની તૂટી પડતાં 13 વર્ષનો એક છોકરો ઘાયલ થયો હતો. તેમણે કહ્યું કે આ ઘટના દિલ્હીના કરોલ બાગના સિદ્ધિપુરા વિસ્તારમાં સાંજે લગભગ 06:51 વાગ્યે બની હતી. તમને જણાવી દઈએ કે શુક્રવારે સાંજે રાજધાનીમાં ધૂળના તોફાન અને જોરદાર પવનો બાદ હવામાન વિભાગે આગામી સમયમાં ખરાબ હવામાનની ચેતવણી જારી કરી છે અને દિલ્હી-એનસીઆર માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું છે. શુક્રવારે સાંજે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 15 થી વધુ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દેશભરના હવામાનમાં પલટો: ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, યૂપી-બિહાર સહિત અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો

Back to top button