ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

ગુજરાતમાં પણ UCC લાગુ કરાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

Text To Speech
  • યુનિફોર્મ સિવીલ કોડનો મુસદ્દો તૈયાર કરવા કમિટીની રચના કરવામાં આવી
  • સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી
  • 5 સભ્યોની કમિટી 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે

ગાંધીનગર, 4 ફેબ્રુઆરી : ઉત્તરાખંડમાં તાજેતરમાં UCC એટલે કે યુનિફોર્મ સિવીલ કોડ કાયદો લાગુ થયો છે. જે દેશમાં કાયદો લાગુ કરવામાં પ્રથમ રાજ્ય છે. ત્યારે હવે ગુજરાતમાં પણ UCC લાગુ કરવા અંગે મહત્વની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી આ અંગે મહત્વની જાહેરાત  પત્રકાર પરિષદના માધ્યમથી કરી છે. આ અંગે એક કમિટીની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી 45 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે. ઉપરાંત આ કમિટીમાં પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકોરનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ IAS સી.એલ મીનાનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એડવોકેટ આર.સી કોડેકરનો કમિટીમાં સમાવેશ, સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોર્ડ કાયદો શું છે?

કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ દેશભરમાં લાગુ કરવાની પહેલ કરાઈ છે. આ કાયદામાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરાઈ છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે.

બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી નહીં. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં.

Back to top button